સંગીત જગતમાં અચાનક જ ફાટી પડ્યા દુઃખના વાદળો ! આ દિગ્ગ્જ પંજાબી ગાયકનું નિધન થતા સૌ કોઈ શોકમાં ગરકાવ…
હાલમા સંગીતની દુનિયા માથી બહુ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પંજાબના મશહૂર સિંગર નું અચાનક જ અવસાન થતા સમગ્ર પંજાબી મનોરંજન ની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરિયાળવી સિંગર રાજૂ પંજાબી નું દુખદ અવસાન થઈ ગયું છે જે છેલ્લા 10 દિવસ થી હિસાર ના એક ખાનગી હોસ્પીટલમાં દાખલ હતા. તેમણે કાળો કમળો થઈ ગયો હતો અને આથી લીવર અને ફેફસા ના ચેપનું કારણ બન્યા હતા.તબિયત વધારે ખરાબ થવાના લીધે તેમણે વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા.
તેમનો અંતિમ સંસ્કાર તેમના પિતૃક ગામ રાવતસર ખેડા માં કરવામાં આવશે. હાલમાં સિંગર રજૂ પંજાબી હિસાર ના આજાદનગર માં રહેતા હતા. રાજૂ પંજાબી વિવાહિત હતા અને તેમને સંતાનમાં 3 દીકરીઓ પણ છે. તેમના મોતની સૂચના મળતા જ તેમના સબંધિઑ અને પ્રશંસકો હિસાર પહોચી ગ્યાં હતા. હરિયાળવી ઈન્ડસ્ટ્રી ના મોટા કલાકારો પણ તેમના અવસાન થતાં હિસાર પહોચીને તેમની આ દુખની ઘડીમાં શામિલ થયા હતા.
તેમના શવને હોસ્પિટલથી તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યું છે. રાજૂ પંજાબી ની સારવાર હિસારમાં ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન તે સારા પણ થઈ ગ્યાં હતા પરંતુ તેમની તબિયત ફરીવાર ખરાબ થઈ ગઈ હતી. આના પછી તેમણે ફરીવાર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હરિયાળા , પંજાબ અને રાજસ્થાન માં જાણીતા ચહેરા માના એક હતા. તેમના ગીત ‘ સોલીડ બોડી, સેંડલ, તું ચીજ લાજવાબ, દેશી દેશી જેવા ઘણા ગીતો ચર્ચામાં છે.
સપના ચૌધરી સાથેની તેમની જોડી બહુ જ મશહૂર હતી. તેમણે હરિયાણા માં મ્યુજિક ઈન્ડસ્ટ્રી ને એક નવી ઓળખ આપી હતી. હરિયાળવી ગીતોને નવી દિશા આપી હતી. રાજુ પંજાબી નું છેલ્લું ગીત 12 ઓગસ્ટ ના રોજ રિલિજ થયું હતું. જોકે આ દરમિયાન તેઓ હોસ્પીટલમાં દાખલ હતા. અંતિમ ગીતના શબ્દો’ આપસે મિલકે યારા હમકો અચ્છા લગા ‘ હતા. આ ગીતને તૈયાર કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો.