Gujarat

વિદેશમાં વધુ એક ગુજરાતીનું કરુણ મૌત ! અમદાવાદના કેતન શાહને ગોળી મારી મૌતને ઘાટ ઉતારવામાં આવ્યો, કારણ છે ચોંકાવનારું….

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આપણા ગુજરાત રાજ્યમાંથી જ નહીં પરંતુ આપણા દેશમાંથી અનેક એવા યુવાન વિધાર્થીઓ ભણવા માટે અથવા તો નોકરી વ્યવસાય કરવા માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા મોટા મોટા દેશોમાં જતા હોય છે જ્યા લોકોનું માનવું છે કે ત્યાં કોઈપણનું જીવન સેટ થઇ જતું હોય છે આથી જ વર્તમાન સમયની અંદર વિધાર્થી તથા અનેક યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા ધીરે ધીરે વધતી જઈ રહી છે, પરંતુ વિદેશમાંથી અનેક એવી ચોંકવનારી ઘટના પણ સામે આવી રહી છે જેમાં આપણા જ દેશના મૂળ લોકોની હત્યા અથવા તો બીજી કોઈ ઘટનામાં મૃત્યુ પામતા હોય છે.

એવામાં હજુ કાલે જ એક ઘટના વિશે જાણવા મળ્યું હતું જેમાં અમદાવાદનો પાટીદાર યુવક 11 દિવસ સુધી લાપતા થયા બાદ તેની લાશ મળી આવી હતી, એવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં લૂંટારુઓએ મૂળ આપણા ગુજરાતના વ્યક્તિની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મૌતને ઘાટ ઉતારી દીધો હતો, જાણકારી અનુસાર જાણવા મળેલ છે કે આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટીક્લ લિમિટેડનો કર્મચારી હતો.

અમુક ખાસ એહવાલ અનુસાર સામે આવ્યું છે કે આ ઘટનાની અંદર મૃતકના પિતાને પણ ઇજા થઇ છે, તમને જણાવી દઈએ કે મેક્સિકો સિટીની અંદરથી આ ઘટના સામે આવી હતી જ્યા 38 વર્ષીય કેતન શાહ પાસેથી લૂંટારુઓએ 10 હજાર રૂપિયા ડોલરની લૂંટ ચલાવીને હત્યા કરી નાખી હતી, રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે 19 ઓગસ્ટના રોજ મેક્સિકો સીટીમાં સિમોન બોલીવર સ્ટ્રીટમાં હથિયાર ધારી લૂંટારુઓએ કેતન શાહની કાર પર ગોળી ચલાવી હતી જેમાં કેતન શાહનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ ત્યાં સુધી તો કેતન શાહ મૃત્યુ પામ્યો હતો જયારે તેમના પિતા આ ઘટનાની અંદર ગંભરી રીતે ઈજાગ્રસ્ત થયા હતા, હાલ તેઓની તબિયત સ્થિર છે તેવી જાણ થઇ છે. કેતન શાહ મેક્સિકોની SA de CV નામની કંપનીનાં ફાઈનાઇન્સ ડાયરેક્ટરના પદ પર હતો, હાલ આ ઘટનાને ધ્યાનમાં રાખીને મેક્સિકો ઓથોરિટીઝે અજાણયા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેતન શાહ છેલ્લા ઘણા વર્ષોથી આ કંપની સાથે જોડાયેલ છે, એટલું જ નહીં તેના પરિવારમાં તેની પત્ની અને તેને બે સનતાનો પણ હતા જે હાલ પિતા વિહોણા બની ચુક્યા છે,જયારે કેતન શાહ એરપોર્ટ પાસે આવેલફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી 10 હજાર ડોલર ઉપાડીને આવતો હતો ત્યારે પેહલાથી જ ચાર શખ્સો તેમનો બાઈક લઈને પીછો કરી રહયા હતા એવામાં અચાનક જ આ બાઇકચાલકોએ કેતન શાહને બાઈક ઉભી રાખવા કહ્યું હતું પરંતુ તે નહીં માનતા બાઇકચાલકોએ કાર પર ફાયરિંગ કર્યું હતું જેમાં કેતન શાહનું નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!