રાજકોટ : 4 વર્ષની રિયાનું મુત્યુ થતા પરિવારે એવું કાર્ય કર્યું કે ચારો તરફ વખાણ થઇ રહ્યા છે, હવે મુત્યુ બાદ પણ રિયા આ દુનિયાને નિહાળશે…
અંગદાન મહાદાન છે, કોઈપણ વ્યક્તિના જીવનને ખુશહાલ બનાવવા માટે અનેક લોકો અંગદાન જેવું મહાન કાર્ય કરે છે. હાલમાં જ રાજકોટમાં પ્રથમવાર એક એવી ઘટના બની છે, કે જેની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે. અંગદાનનો નિર્ણય બીજાના માટે જીવનની ભેટ બને છે, હાલમાં જ રાજ્કોયની 4 વર્ષની દીકરીએ પોતાની આંખો સાદાયને માટે મીંચી દીધી પરંતુ તેની આંખો થકી અન્ય વ્યક્તિના જીવનમાં અજવાળું પથરાય ગયું છે.
રાજકોટમાં પ્રથમવાર 4 વર્ષની બાળકી બન્ને ચક્ષુનું દાન કરવામાં આવ્યું, ખરેખર આ ઘટના ખુબ જ પ્રેરણાદાયી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો. ભાવનગર રોડ પર રાજમોતી ઓઈલ મિલ પાસે મયૂરનગરના રહેવાસી મનીષભાઇ ખીમજીભાઇ બદરખિયાની પૌત્રી રિયા ચેતનભાઇ બદરખિયાને અચાનક તાવ આવતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં ડેંગ્યુ પોઝિટિવ આવતા મજૂરી કામ કરતા પરિવારે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ કાઉન્ટ વધારે માત્રામાં ઘટી જતા સિવિલ હોસ્પિટલના તબીબે તેમને આઇસીયુમાં દાખલ કરેલ અને ઘનિષ્ઠ સારવાર શરૂ કરેલ પરંતુ રિયાનું દુઃખદ નિધન થયું અને સદાયને માટે આ દુનિયામાંથી વિદાય લીધી.
લાડકી દીકરીના નિધનને કારણે પરિવાર શોકમાં ડૂબી ગયો પરંતુ તેમને પોતાની વ્હાલી દીકરીની આંખોનું દાન કરવાનો વિચાર આવ્યો જેથી અન્ય વ્યક્તિના જીવનમાં ખુશી આવે અને તેમની દીકરી પોતાની આંખોથી આ દુનિયાને નિહાળી શકે. સૌથી ખાસ વાત એ કે રિયાના પિતા મજૂરી કામ કરે છે.
છતાં પણ તેમણે અન્યના જીવનને મહેકાવવાનો વિચાર આવ્યો જે આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા માત્ર એક કલાકમાં તમામ વ્યવસ્થા ગોઠવી રિયાની આંખોનું દાન કરાવ્યું હતું જનકલ્યાણ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં 10 વર્ષથી વધુ વયના 363 જેટલા લોકોના ચક્ષુદાન કરાવવામાં આવ્યા છે, ખરેખર રિયાના પરિવારે જે નીર્ણય લીધો તે ખરેખર બિરદાવવા લાયક છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.