ઓગસ્ટ માસ બાદ અંબાલાલ પટેલે સપ્ટેમ્બર માસને લઈને કરી દીધી આ મોટી આગાહી ! શું સપ્ટેમ્બરમાં ગરમી વધશે ? જાણી લ્યો આગાહી
ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક દિવસોથી વરસાદ ખેંચાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યોની અંદર વરસાદ નથી પડી રહ્યો આથી જ તે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે, એવામાં ગુજરાતના હવામાન વિભાગ તથા અનેક હવામાન નિષ્ણાતો દ્વારા અનેક મોટી આગાહી કરી દેવામાં આવી રહી છે હજી થોડા દિવસો પેહલા જ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારી 28 ઓગસ્ટ બાદ ગરમીમાં વધારો થઇ શકે છે.
એવામાં ઓગસ્ટ માસની અંદર જો વાત કરવામાં આવે તો ઓગસ્ટના શરૂઆતના દિવસોથી જ વરસાદ ખુબ ઓછા પ્રમાણમાં રહ્યો હતો હતો જયારે જુલાઈ માસની અંદર વરસાદે તો ખુબ જોર બતાવ્યો હતો. એવામાં હાલ ઓગસ્ટ માસનો અંત તો આવી જ ગયો છે ત્યાં ગુજરાતના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે, હા મિત્રો સપ્ટેમ્બર માસને લઈને અંબાલાલ પેલા દ્વારા એક ખુબ મોટી આગાહી કરી દીધી છે તો ચાલો તમને આ પુરી માહિતી વિશે જણાવીએ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરના મહિનાના પેહલા જ અઠવાડિયાની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થઇ શકે છે જયારે બીજા અઠવાડિયાની અંદર રાજ્યના સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા થોડાક દિવસો પેહલા જ એવી આગાહી કરી દેવામાં આવી હતી કે ઓગસ્ટ માસના અંત દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.
સપ્ટેમ્બર માસની અંદર વરસાદ પડયા બાદ 13થી14 સપ્ટેમ્બરના રોજ અરબસાગરની અંદર હવાનું દબાણ સર્જાવાની શક્યતા છે જે બાદ સપ્ટેમ્બર મહિનાની અંદરો અંદર ગરમીનો પારો વધવાનો પણ એહવાલ સામે આવ્યો છે, અંબાલાલ પટેલે તો પોતાની આ આગાહી કરી જ દીધી હતી એવામાં ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ગજરાતમાં આવનાર દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે.