એક સાથે પરિવારના પાંચ સભ્યોનું મુત્યુ થતા ગામજનો દ્રવી ઉઠ્યા.
ઈશ્વર જયારે તેની ચાલ રમે છે ત્યારે જીત હંમેશા એમની જ થાય છે. કહેવાય છે ને કે જીવનમાં મુત્યુ એ ભગવાનના હાથમાં છે. ક્યારે દેહને પોતાના પાસે બોલાવી લેવા એ જાણે છે.કોરોનાની લહેરમાં અનેક આ સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે હાલમાં એક જ ગામમાં પરિવારના પાંચ પાંચ સભ્યો મુત્યુ પામ્યા. આ દુઃખદ ઘટનાં સાંભળીને તમે ચોંકી જશો.
વાત જાણે એમ છે કે,રાજસ્થાનના શ્રીદંગરગઢ વિસ્તારથી એક દુ: ખદ અને હ્રદયસ્પર્શી ઘટના ઘટી પરિવારના પાંચ સભ્યોનું મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું.હવે
જ્યારે પાંચેયની અર્થી એક સાથે ઉઠી ત્યારે ગામામા શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું.
વાત એમ છે કે ડુંગરગઢથી બિકાનેર તરફ આવી રહેલી અલ્ટો કારને કેમ્પરે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં ત્રણ મહિલા સહિત ચારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.તમને જણાવીએ કે પરિવાર તેમના એક સંબંધીને જોવા હોસ્પિટલ જઈ રહ્યુ હતું.
તમને જણાવીએ કે પીડિત સબંધીઓ આ પાંચ મૃતદેહને આખી રાત ઘરમાં રાખવા માંગતા ન હતા.પરિવાર અને ગામના લોકોએ નક્કી કર્યું કે પાંચેય શબને ઘરે રાખવાને બદલે અંતિમ સંસ્કાર કરવા જોઈએ.ત્યાર બાદ એક સાથે દરેકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ખરેખર આ જોઈને હદય દ્રવી ઉઠ્યું હતું.