અયોધ્યાના આ સંતનું મોટું એલાન ! આ સાઉથ અભિનેતાનું સર કલમ કરીને લાવનારને મળશે 10 કરોડ, સનાતન ધર્મ પર કરી હતી આવી ટિપ્પણી…
હાલ સાળંગપુર ભીંતચિત્રો મામલો તો થાળે પડી ગયો છે કારણ કે સાળંગપુરમાં આવેલ ભગવાન હનુમાનજીની મૂર્તિ નીચેથી ભીંતચિત્રોને હટાવી લેવામાં આવેલ છે જેથી મામલો શાંત પડી ગયો છે પરંતુ મિત્રો એવામાં જ દેશમાંથી વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુના મુખ્યમંત્રીના દીકરાએ સનાતન ધર્મને લઈને એવી ટિપ્પણી કરી દીધી હતી કે હાલ આખા દેશમાં સૌ કોઈનો ગુસ્સો જ ફાટી નીકળ્યો છે, તો ચાલો આ પુરી બાબતે તમને જણાવી દઈએ.
તમિલનાડુના મુખ્યમંત્રીનો દીકરો તથા મંત્રી પદ પર રહેલ ઉદયનીધિઃ સ્ટાલિનના પૂતળાનું હાલ દહન કરવામાં આવી રહ્યું છે, એવામાં અયોધ્યા તપસ્વી છાવણીના મુખ્ય સંત એવા પરમહંસ આચાર્ય એ તેનું પૂતળું સળગાવ્યું હતું અને તેની પ્રતીકાત્મક તસ્વીરનું સર કલમ કર્યું હતું, આની સાથો સાથ તેઓએ કહ્યું હતું કે જે પણ વ્યક્તિ ઉદયનિધિનું સર કલમ કરીને લાવશે તે વ્યક્તિને 10 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ઉદયનીઘી તમિલનાડુ રાજ્યના એક યુવા કલ્યાણ મંત્રી છે, એવામાં તેઓએ પોતાની વાતોથી વિવાદ પેદા કરી દીધો હતો જેમાં તેણે સનાતન ધર્મની સરખામણી કોરોના વાયરસ, મેલેરિયા તથા ડેન્ગ્યુ સાથે કરીને કહ્યું હતું કે આવી ચીઝોનો વિરોધ ન કરવો જોઈએ પણ તેમને નાબૂદ જ કરી નાખવી જોઈએ. આવી વિવાદિત ટિપ્પણી તેઓને કરવી ખુબ ભારે પડી હતી કારણ કે હાલ આ નિવેદનને લીધે જ તેઓનો આખા દેશમાં વિરોધ થઇ રહ્યો છે.
સનાતન ધર્મને લઈને આવી વિવાદિત ટિપ્પણીઓ કરતા અયોધ્યાના પરમહંસ આચાર્યનો ગુસ્સો ફૂટ્યો હતો જે બાદ તેઓએ કહ્યું કે “જે કોઈ સ્ટાલિનનું માથું કાપીને મારી પાસે લાવશે તેને હું 10 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપીશ. જો કોઈએ સ્ટાલિનને મારવાની હિંમત ન કરી હોય, તો હું પોતે તેમને દુનિયાના કોઈપણ ખૂણેથી શોધીને મારી નાખીશ.” તેઓએ આગળ કહ્યું કે “સનાતન ધર્મની ન તો શરૂઆત છે કે ન તો અંત. તે ક્યારેય નાશ પામ્યો નથી અને ક્યારેય નાશ પામી શકતો નથી.”