સુરત : ફીલ્મિ સ્ટોરી જેવુ ભેજુ ચલાવી ગઠિયાઓ એ સુરતના વિપુલ પટેલને લાખો રુપીઆ નો ચુનો ચોપડી દીધા…. પુરી ઘટના જાણી મગજ કામ નહિ કરે
હાલ સ્કેમ થવાનો મામલો એટલો બધો વધી ગયો છે કે આપણા દેશમાંથી અનેક રાજ્યોમાંથી મોટા મોટા સ્કેમ આપણી સામે આવતા હોય છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગતો હોય છે એવામાં આમોદ માંથી એક મોટો સ્કેમ સામે આવ્યો છે જેમાં 5 સાગરીતાઓની એક ટોળકીએ સુરતના દલાલને 18 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો, ચૂનો પણ સામાન્ય રીતે નહિ પણ એકદમ ભેજાબાઝ તરીકે કે જેવું ફિલ્મોમાં પણ બતાવામાં આવે.
જણાવી દઈએ કે આમોદના આછોદમાથી 7 માસ પેહલા સસ્તામાં સોદા તથા સોનાના નામેં બે વેપારીઓને 5 સાગરીતાઓએ લુંટ્યા હતા જેમાં સુરતના એક દલાલને RBI ડબલ સીરીઝનું નોટનું કહી એકના ત્રણ ઘણા આપવાની લાલસા આપીને આ સાગરીતાઓએ ફસાવી લીધો હતો અને લાખો રૂપિયા પડાવી લીધા હતા. એવામાં હાલ ભરૂચ LSB એ આ 5 સાગરિતાઓની ટોળકીને હાલ ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે જાણવા મળ્યું છે કે સુરત શહેરના પુણાના જાય અંબે પેલેસમાં વસવાટ કરનાર વિપુલ મુ પટેલ જે જમીન મકાનની દલાલી કરતા હતા, એવામાં એક વર્ષ પેહલા વલસાડના મિત્ર એવા રજની ઉર્ફે સજનીકાંતે વિપુલભાઈને સેકેંડ સિરીઝ(એક જ નંબરની ડબલ નોટો છપાઈ જવી) અંગે જણાવ્યું હતું જે બાદ વાંસદા કોર્ટના પ્યુન ચન્દ્રકાન્ત ઉર્ફે ચંદનનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે બાળન ચંદને આ સાગરિતાઓની ટોળકી સાથે વિપુલભાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો.
આ બાદ આ ટોળીકિએ વિપુલભાઈને ડબલ સિરીઝની છાપેલ નોટ તેમના પાસે છે અને તે એકના ત્રણ ગણા આપવામાં આવશે તેવી લાલચ દલાલને આપી હતી જે બાદ તેઓની પેહલી મુલાકાત પાદરાના સાધી ગામે થઇ હતી જ્યા આ ટોળકીએ 500 રૂપિયાની નોટના બંડલો બતાવતા સુરતના દલાલની લાલચ જાગી હતી અને તે આ ટોળકીમાં જાળમાં અંતે ફસાયો હતો,એવામાં ડિસેમ્બર 2022 માં વિપુલભાઈએ પોતાના મિત્ર પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ ઓછાદ ગામે સોદો કરવા માટે ગયા હતા.
જ્યા આ સાગરિતાઓની ટુકડીએ રોકડા છીનવી લઈને નકલી પોલીસ રેડ પડાવી સુરતના આ દલાલને ધમકી આપી ભગાડી મુક્યો હતો જે પછીના પાંચ દિવસ બાદ ફરી આવોને આવો જ ખેલ આ ટોળીએ ફરી વખત આવો જ ખેલ ખેલ્યો હતો, એવામાં સુરતનો દલાલ ફરી 10 લાખ રૂપિયા લઈને ઓછાદ આવ્યો હતો જ્યા કોરો ચેક તથા રોકડાની લૂંટ આ ટોળકીએ કરી હતી અને બાદમાં ભગાડી દીધો હતો. આ ટોળકીના રાજુભાઈ ઉર્ફે અબ્દુલ ખાલિદ જાનુ શીરુ,હનીફ પઠાણ, ઈમ્તિયાઝ ઉર્ફે લાલો પટેલ,ઇકબાલ પઠાણ તથા હરેશ જાડેજા નામનો વ્યક્તિ શામેલ હોવાની ખબર સામે આવી છે.
કુખ્યાત ટોળકીના આ પાંચ સાગરીતો ભરૂચ LCB ના હાથે લાગ્યા હતા જેમાં LCBએ શોધ તપાસ કરતા સાગરિતાઓ પાસેથી ચિલ્ડ્રન નોટ, રોકડા તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો, જે બાદ જુલાઈમાં આ ટોળકી જામીન પર બહાર આવતા સુરતના વેપારે પોતાના 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ આ ટોળકીએ ફક્ત 2 લાખ રૂપિયા રોકડા તેમ જ કોરો ચેક અને પ્રોમિસરી નોટ પરત આપી હતી જયારે 18 લાખ રૂપિયા ન આપતા ગેંગ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.