સુરતીઓની કળા એટલે ગજબ હો ! આ આર્કિટેકે 7200 ડાયમંડથી પીએમ નરેન્દ્રભાઈ મોદી માટે બનાવ્યું અનોખું પોર્ટ્રેટ…
આપણા દેશના વડાપ્રધાન એવા ગુજરાતી લોકોના લોકચાહિતા એવા નરેન્દ્રભાઈ મોદીનો હવે જન્મદિવસ આવી રહ્યો છે,એવામાં દેશના વડાપ્રધાન શ્રીનો જન્મદિવસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે દેશના અનેક રાજ્યોમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ખુબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તમને ખબર જ હશે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ વિશ્વસ્તર પર પણ ખુબ પ્રખ્યાત છે,એવામાં અનેક લોકો શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ માટે અનેક ભેટો તૈયાર કરી રહ્યા છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સુરતના એક આર્કીટેક વિશે વાત કરવાના છીએ જેણે ડાયમંડનો ઉપયોગ કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખુબ જ જોવાલાયક પોર્ટ્રેટ બનાવ્યું હતું,આવનારી 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એવામાં આ સુરતના આ આર્કીટેકે આ પોર્ટ્રેટને નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવાનું વિચાર્યું છે,આ પોર્ટ્રેટ બનાવનાર વ્યક્તિનું નામ વિપુલ જેપીવાલા છે જે એક આર્કીટેક એન્જીનીયર છે.
વ્યવસાયથી આર્કીટેક એન્જીનીયર હોવાથી તેઓને કાંઈક નવું કરવાનું સુજ્યું હતું આથી તેઓએ નરેન્દ્રભાઈ મોદીનું ઝરીમાંથી પોર્ટ્રેટ બનાવાનું વિચાર્યું હતું, આમ તો તમને ખબર જ હશે કે સુરત શહેરનો ડાયમં ઉદ્યોગની સાથો સાથ ઝરી ઉધોગ પણ ખુબ પ્રખ્યાત છે એવામાં વિપુલ જેપીવાલાએ ઝરીમાંથી 9 જેટલા નરેન્દ્રભાઈ મોદીના પોર્ટ્રેટ બનાવ્યા હતા અને તેમના જન્મદિવસના દિવસે આ પોર્ટ્રેટને ભેટમાં આપવાનું નક્કી કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ પોર્ટ્રેટ વિશે વાત કરવામાં આવે તો તેને બનાવામાં ત્રણ જાતના 7200 ડાયમંડનો ઉપયોગ કરીને બનાવામાં આવ્યું છે, આ પોર્ટ્રેટ તૈયાર કરવામાં વિપુલભાઈને ત્રણ માસનો સમય લાગ્યો હતો,રિયલ ડાયમંડ લાગતા આ હીરાઓ અમેરિકન ડાયમંડ છે અને આ પોર્ટ્રેટની ખાસ વાત તો એ છે કે પીએમ મોદી 72 વર્ષના થવાના છે આથી આ પોર્ટ્રેટની અંદર 7200 જ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે,વિપલુભાઈ જાતે જ આ પોર્ટ્રેટ નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવાની ઈચ્છા ધરાવે છે.