એક નેનો એવો વિવાદ લોહિયાળ ઘટનામાં પરિણમ્યો ! બદમાશોએ પિતા-પુત્રની કરી નાખી ઘાતકી હત્યા, કારણ જાણી તમારા હોશ ઉડી જશે…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો રોજબરોજની અનેક એવી ચોંકવાનરી ઘટનાઓ આપણી સામે આવતી જ રહેતી હોય છે જેના વિશે જાણ્યા બાદ આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાના અનેક એવા મોટી મોટી ઘટનાઓ આપણી સામે આવે છે,આવી ઘટનાઓ આપણા ગુજરાત રાજ્ય અથવા તો આપણા જ દેશના બીજા કોઈપણ રાજ્યમાંથી આવતી રહેતી હોય છે.
એવામાં હાલ એક હત્યાની ઘટના સામી આવી છે જેમાં 3 શખ્સોએ મળીને એક પિતા-પુત્રની હત્યા કરી નાખી હતી, ધોળે દિવસે જાહેરમાં પિતા-પુત્રની હત્યા થઇ જતા ઘટના સ્થળના આસપાસના વિસ્તારોની અંદર ભારે ચકચાર મચી જવા પામ્યો હતો જાણવા મળ્યું છે કે પિતા-પુત્ર જયારે દુકાનમાં સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે બદમાશોએ આવીને ગોળીબારી કરી હતી જેથી પિતા-પુત્ર ઘટના સ્થળ પરથી મકાન તરફ દોડી ગયા હતા.
જ્યા બદમાશો પાછળ પાછળ આવતા પિતા-પુત્ર બંનેને છાતી તથા માથાના ભાગમાં ગોળી મારી દેતા પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું એવામાં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી તપાસ હાથ ધરી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાની ઘટના પૂર્વ વિવાદને લઈને થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ હત્યાની ઘટના મહારાજગંજ માંથી સામે આવી છે જ્યા ગોપાલપુર ગામમાં રહેતા રસીદ એહમદ(ઉ.વ.54) અને તેમના નાના દીકરા શોએબ(ઉ.વ.22) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જાણવા મળ્યું છે કે જયારે પિતા-પુત્ર દુકાનની સફાઈ કરતા હતા ત્યારે આ હુમલાખોરો આવીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, સ્થાનિક લોકોનું આ ઘટના અંગે કેહવું હે કે મૃતકના દુકાનની સામે જ બીજી એક કપડાની દુકાન હતી જેની સાથે ગ્રાહકોને પોતાની તરફ બોલાવાને લઈને ભારે વિવાદ થતો.
એટલું જ નહીં આ વિવાદ ક્યારેક મારપીટ સુધી પણ પહોંચી જતો, એવામાં સ્થાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે આ મારપીટમાં અમુક વખત તો મૃતકના પક્ષકારો જેલ સુધી પણ જઈ આવ્યા છે, હાલ પોલીસે આ ઘટનાની તપાસ લઈને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.