આ શહેરમાં કરવામાં આવી સૌથી ધનિક ગણપતિ બાપાની સ્થાપના, 69 કિલો સોનુ અને 336 કિલો ચાંદીનો ઉપયોગ કર્યો.. જુઓ તસ્વીર
વિશ્વના ખૂણે ખૂણે ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે પરંતુ સૌથી ખાસ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવૅ છે.હાલમાં મહારાષ્ટ્ર ભરમાં વિશેષ અને ખુબ જ ભવ્ય અને શાનદાર રીતે ગણેશ પૂજાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં GSB સેવા મંડળ ચર્ચામાં છે.
સૌથી ખાસ વાત એ છે કે, ગઈકાલે જીએસબી મંડળ દ્વારા ગણપતિ પૂજા માટે સૌથી મોંઘી ગણેશ મૂર્તિની સ્થાપના કરી છે. તે મુંબઈના સૌથી ધનિક મંડળ તરીકે ઓળખાય છે. આ વખતે બોર્ડે ગણપતિ પૂજા માટે સોના અને ચાંદીની વર્ષા કરી છે. આપણે જાણીએ છે કે મુંબઈના લાલ બાગ ચા રાજા ખુબ જ પ્રખ્યાત છે પરંતુ દર વર્ષે અનેક પંડાલોમાં ગણપતિજીનું વિશેષ આયોજન કરવામાં આવૅ છે.
GSB સેવા મંડળ દ્વારા ભગવાન ગણેશની આ મૂર્તિ 69 કિલો સોના અને 336 કિલો ચાંદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ બોર્ડના પ્રતિનિધિએ મીડિયાને જણાવ્યું કે તેઓએ 360.45 કરોડ રૂપિયાનો વીમો પણ લીધો છે. તેમણે વધુમાં કહ્યું, ‘અમે અહીં તમામ ગણેશ ભક્તોનું સ્વાગત કરીએ છીએ. આ વર્ષે આપણે 69મો ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ગણેશજીની આ મૂર્તિમાં 36 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનાનું પેન્ડન્ટ પણ બનાવવામાં આવ્યું છે.
ગણેશઉત્સવના ઉપક્રમે તા 20 સપ્ટેમ્બરે અમે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશેષ હવન તેમજ 19 સપ્ટેમ્બરે ચંદ્રયાન-3ની સફળતા માટે વિશેષ હવન પણ કરવામાં આવ્યું છે, સૌથી ખાસ વાત એ છે કે, મંડળ દ્વારા ગણેશજીની સુરક્ષા માટે 360 કરોડ રૂપિયાનો વીમો કરાવવામાં આવ્યો છે. આખા ભારતમાં ક્યાંય આવા ગણપતિજીની સ્થાપના નહિ કરવામાં આવી હોય જેનો વીમો કરોડો રૂપીયામાં ઉતારવામાં આવ્યો હોય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો