કામ ના મળતા પાણી સાથે રોટલી ખાવા પરીવાર મજબુર, જીવતા જીવે હાડપિંજર જેવા થય ગયા બાળકો
ઉત્તર પ્રદેશ ના અલીગઢ થી ખુબ દુખદ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મજુરી કામ કરતા પરીવાર ને બે મહીના થી બરોબર ખાવાનું ન મળતા હાલત ગંભીર બની છે જેમાં એક મહિલા અને પાંચ બાળકો છે જેની હાલત ગંભીર થતા હોસ્પીટલ મા દાખલ કરાયા છે.
આ તમામ ની પરિસ્થીતી ની ત્યારે ખબર પડી જયારે મોટી દીકરી કે જેના લગ્ન થય ચુક્યા છે તેણે ઘર ની મુલાકાત લીધી ત્યાર બાદ તેવો ને મલખાનસિંહ જીલ્લા હોસ્પીટલ મા દાખલ કરવામા આવ્યા હતા અને અમુક સંસ્થાઓ મદદે પહોચી હતી. પરીવાર ની હાલત બે મહિના થી એટલી ખરાબ હતી કે છેલ્લા બે મહીના થી પાણી અને રોટલી ખાઈને જીવન ગુજારતા હતા.
અને છેલ્લા અઠવાડીયા થી કાઈપણ ખાવાનું ન હોવાથી તેવો ની હાલત લથડી હતી. 40 વર્ષીય મહિલા નુ કહેવું છે કે 2 મહીના પહેલા પતિ ની મૃત્યુ થયુ હતુ અને પરીવાર મા ચાર છોકરા અને એક છોકરી છે.પતી ના મૃત્યુ બાદ તે 4000 રુપીયા મહિને કામે લાગી પરંતુ લોક ડાઉન ના કારણે તેની નોકરી જતી રહી અને બીજે નોકરી ની શોધ કરી પણ નોકરી ના મળતા આવી હાલત થય હતી.
મહિલા નુ કહેવું છે કે આડોશ પાડોશી દ્વારા ભોજન મળતુ અને તેવો એજ ખાતા અને પરંતુ જમવાનું ના મળતા તેવો ની હાલત ખરાબ થતી ગઈ. હાલ જીલ્લા હોસ્પીટલ મા તમામ ને ભરતી કરવામા આવ્યા છે અને 3 બાળકો ની હાલત અતી ગંભીર છે.