India

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની દરેક અભિનેતાની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા જયારે આ કલાકારનું નિધન થયું ! અનુપમ ખેર સાથે હતો ખાસ સબંધ..

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી અનેક દુઃખદ ઘટના આવી રહી છે, જેના પગલે બોલીવુડમાં શોકમય વાતાવરણ ફેલાય ગયું છે.એવામાં તમને ખબર જ હશે કે બોલીવુડના અભિનેતા અને ફિલ્મ ડિરેકટર સતીશ કૌશિકનું નિધન થઈ ગયું હતું, બોલિવૂડ એક્ટર અનુપમ ખેરના એક ટ્વિટથી સિનેમા ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો.

સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થયું હતું, જેની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે કરી હતી. તેમના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે લખ્યું હતું કે, ‘હું જાણું છું કે મૃત્યુ એ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતા મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. સતીશ, તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે. ઓમ શાંતિ!’

કહેવાય છેને મોત ક્યારેય પણ આવી શકે છે. ગઇ કાલે મુત્યુ પહેલા હોલીની તસવીરો શેર કરી હતી, તસવીરો શેર કરતા એમને લખ્યું છે કે, Colourful Happy Funholiparty wishing Happy Holi to everyone. આ તસવીરો તેમના જીવનની અંતિમ પળો બનીને રહી ગઈ.

અભિનેતાની સાથે સતીશ કૌશિકે પણ દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો હતો. તેણે વર્ષ 1993માં ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજાનું નિર્દેશન કર્યું હતું. તેણે 10 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિક એક અદ્ભુત કોમિક અભિનેતા હતા. જોકે તેમની ઓળખ માત્ર કોમેડી માટે જ નહોતી. તેણે દરેક શૈલીની ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની કુશળતા સાબિત કરી છે.

એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી. આ પછી તેણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ખરેખર આ એક ખૂબ જ દુઃખદાયી ઘટના છે, કારણ કે સતીશ કૌશિકે યાદગાર ફિલ્મો આપી છે તેમજ તેમના અભિનય દ્વારા અનેક ફિલ્મોને યાદગાર બનાવી છે. ખરેખર આ ઘટનાથી બૉલીવુડ આખું શોકમગ્ન બની ગયું છે. હાલમાં તમામ કલાકારોએ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!