જુનાગઢ ભાજપ અગ્રણી ના પુત્ર એ કર્યો આપઘાત સ્યુસાઈડ મા લખ્યુ કે
ગુજરાત અને દેશ મા દિવસે ને દિવસે આત્મહત્યા ના બનાવો ખુબ વધી રહ્યા છે આની પાછળ નુ સૌથી મોટુ કારણ બેરોજગારી અને નાણાભીસ હોય છે. અને આગળ નુ વિચાર્યા વગર આવુ પગલુ ભરી બેસે છે.
જુનાગઢ ના ભાજપ અગ્રણી ના દિકરા એ પણ આવુ પગલુ ભરી આત્મહત્યા કરી ચાલથી ચકચાર મચી ગઈ હતી. જૂનાગઢના ભેસાણના ભાજપ અગ્રણી કરશન ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયા એ અચાનક આ પગલું ભરતાં પરિવારમાં માતમ છવાયો છે. ધવલે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને એના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કુલ 6 લોકોનાં નામ સ્પષ્ટ કર્યા છે.
આ આખો મામલો પૈસાની લેતીદેતી નો સામે આવ્યો છે. ધવલ પ્રધાનમંત્રી આવાસ યોજના માં બીજા ભાગીદારો સાથે કામ કરતા હતા. જેમા ગોટાળો સામે આવ્યો હતો અને આ પેટે તેણે પાંચ કરોડ આપેલા છે અને વધુ રકમ ના હોવાથી આ પગલુ ભર્યુ હતુ. જે છ લોકો નો ઉલ્લેખ સ્યુસાઈડ નોટ મા કરવામાં આવ્યો છે તે તમામ રાજકોટ ના છે અને આ મામલે ભેંસાણ પોલીસે આ છો લોકો સામે કાયદેસરના પગલાં લીધા છે. ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી દીધી છે.
ધવલ ડોબરિયાના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઈટ નોટમાં લખ્યું છે કે, હું દવા પીને આત્મહત્યા કરૂ છું. તેની પાછળ રાજકોટ શહેરના રૂડામાં આવાસનું કામ ચાલતું હતું જેમાં મારા ભાગીદારો પૈસા ખાઈ ગયા હતા. જેની પાછળ હું આત્મહત્યા કરૂ છું. ધવલ ડોબરિયાએ આ સ્યુસાઈટ નોટમાં જે છ લોકોના નામ લખ્યા છે એમાં પીયુષ વલ્લભભાઈ પાનસુરિયા, સંદીપ તરસીભાઈ ગમઢા, કુમનભાઈ વરસાણી, કલ્પેશ કમલેશ ગોંડલિયા, સંજય સાકરિયા અને મયુર દર્શન સ્ટોન રાજકોટનો સમાવેશ થાય છે.