સોનુ લેવાની આ તક જવા ના દેતા, સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો…જાણી લો આજનો બજાર ભાવ.
એક તરફ તહેવારો નજીક છે, ત્યારે સોનાના ભાવમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલ કરતા આજે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજનો ગોલ્ડ રેટ જાણીએ કે આખરે સોનાનો ભાવ શું છે. આપણે જાણીએ છે કે, ગુજરાતના વિકાસની ધરી અમદાવાદ છે અને અહીંના લોકો સોનાના ભાવ અને સોનાની ખરીદી અંગે હંમેશા સભાન રહે છે.
અમદાવાદમાં ડાયમંડનો વેપાર મોટા પાયે થાય છે, જ્યારે અહીં સોનાની માંગ પણ ઘણી વધારે છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ. આજે અમે આપને અમદાવાદમાં સોનાના ભાવ વિશે જણાવીશું. આમર દ્વારા વિશ્વનિય સ્ત્રોત દ્વારા સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ.54900 હતો જ્યારે 24 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ.59890 હતો. આ સિવાય ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 75500 રૂપિયા હતો. ગઈ કાલ કરતા 22 કેરેટ સોનામાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં 280 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જો તમે હાલમાં સોનું લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સારો સમય છે.
અમદાવાદમાં લોકો સોનું ખરીદવા માટે વિવિધ વિકલ્પો શોધી રહ્યા છે. ભૌતિક સોનું ખરીદવું સરળ છે. તેમાં સોનાના દાગીના, સોનાના સિક્કા, સોનાની ઇંટો વગેરે છે. પરંતુ તેમની સુરક્ષા અંગે હંમેશા ચિંતા રહે છે. તેથી અમદાવાદના લોકો પણ સોનું ખરીદવા માટે અન્ય વિકલ્પ શોધે છે. આમાં, તે સોનું ખરીદવા માટે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
સોનો ખરીદવો અને તેને ઘરે રાખવો એ બહુ શાણપણની ચાલ નથી. જો તમે લોકરમાં સોનું રાખો છો, તો તમારે બેંકને વાર્ષિક ફિક્સ્ડ ફી ચૂકવવી પડશે. એટલે કે સુરક્ષા અને ચિંતા બંને અહીં લોકોને પરેશાન કરે છે. તેથી, ગોલ્ડ ઇટીએફ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સોનું ખરીદવું એ એક સમજદાર નિર્ણય છે. આમાં બહુ ઓછું જોખમ છે, સોનાની સલામતી અંગે ચિંતા કરવાની જરૂર નથી.