Gujarat

ગુજરાત પોલીસનો સપાટો ! કુચ્છમાંથી એક બે કે ત્રણ કરોડ નહીં પણ એક જ સાથે આટલી મોટી કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું. હર્ષ સંઘવીએ પણ કર્યા વખાણ…

હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે કચ્છ વિસ્તારમાંથી રૂ. 800 કરોડનો જથ્થો ઝડપાયો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો પુર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 KG જેટલા જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ છે.

સૌથી ખાસ વાત એ છે કે, ખાસ કરીને દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળી આવે છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કર્યા છે.

હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું છે કે દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ.૮૦૦ કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને ૮૦ કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.૮૦૦ કરોડ થાય છે.

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!