સુરેન્દ્રનગરના ચાવડા પરિવારમાં દુઃખના મોજું ફરી વળ્યું ! પરિવરના 25 વર્ષીય યુવકનું આ કારણે થયું દુઃખદ નિધન….
રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો નવરાત્રિને હવે બસ થોડાક જ દિવસો બાકી રહી ગયા છે એવામાં આપણા રાજ્યના દરેક મોટા મોટા શહેરોમાં હાલ ગરબા પ્રોગ્રામને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે નવરાત્રીમાં ખાસ વાત તો એ છે કે આયોજકો દ્વારા જ્યા પણ ગરબાનો પ્રોગ્રામ કરવામાં આવશે ત્યાં મેડિકલ સુવિધા હાજર હશે. આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો તેનું કારણ પણ તમને ખબર જ હશે.
હા મિત્રો આનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ હાર્ટઅટેક છે, છેલ્લા થોડાક દિવસોમાં રાજ્યમાં હાર્ટઅટેકની ઘટના ખુબ જ વધારે વધી ગઈ છે. રાજ્યના અનેક નાની વયના યુવકો તપ ગરબા રમતા રમતા તો અમુક યુવકો કોઈ રમત રમતા રમતા જ તેઓને હાર્ટઅટેક આવતો હોય છે જેને લઈને તેઓનું મૃત્યુ પણ થતું હોય છે. સુરેન્દ્વનગર જિલ્લામાંથી આવી જ ધ્રુજાવી દેતી ઘટના હાલ સામે આવી છે.
જ્યા પોલીસ દોડની પ્રેકટીસ કરતા યુવકને હાર્ટઅટેક આવતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે જો વાત કરવામાં આવે તો જાણવા મળ્યું છે કે પોલીસ દોડની તૈયારી કરી રહેલ યુવક દોડી રહ્યો હતો ત્યારે અચાનક જ તે રસ્તા પર ઢળી પડ્યો હતો જે બાદ તેને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ અફસોસ કે આ યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
પોતાના દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો શોકાતુર બન્યા હતા અને કેમ ના બને ફક્ત 25 વર્ષની ઉંમરમાં આ યુવક દુનિયા છોડીને જતો રહ્યો જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ કલ્પેશ ચાવડા(ઉ.વ.25) હતું જેનું હાર્ટઅટેકને લીધે સાયલાના સુદામડામાં નિધન થયું હતું. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આવી ઘટનાઓ ખુબ વધતી જ જઈ રહી છે, ખરેખર દરેક લોકોને હાલ આનથી ચેતીને રેહવું જોઈએ.