અમદાવાદમાં ઝડપાયું નકલી ટિકિટોનું કારસ્તાન!! IND-PAK મેચ જોવાના લોકોના ઉત્સાહનો લાભ ઉઠાવી કુલ આટલાની છેતરપિંડી કરી… જાણો પૂરો મામલો
હાલમાં વર્લ્ડ કંપની શરૂઆત થઈ છે, ત્યારે હાલમાં જ ભારત પાકિસ્તાનના મેચની ડુપ્લિકેટ ટિકિટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે સ કૌભાંડનસ આરોપીઓ કોણ છે.
આ કેસ અંતર્ગત 4 યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ચારેય યુવક કલર પ્રિન્ટર મારફત ટિકિટની પ્રિન્ટ કાઢીને વેચવા માટે પ્રયાસ કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર રેકેટમાં સંખ્યાબંધ ટિકિટો બજારમાં વેચાઈ ગઈ હોય તમને જાણીને નવાઈ લાગશે કે આ રેકેટમાં આરોપીઓ યુવાનો છે, જેની ઉંમર 18થી 19 વર્ષ છે.
ધ્રુવિલ ઠાકોર, જૈમીન પ્રજાપતિ અને રાજવીર ઠાકોર ત્રણેય ભેગા મળી મિત્રો મારફત 40 જેટલી ટિકિટનું વેચાણ કરી દીધું છે, ચોંકાવનારી વાત એ છે કે માત્ર પોતાના મોજશોખ પૂરા કરવા માટે નકલી ટિકિટો બનાવી જુદા જુદા ખરીદનાર પ્રમાણે રૂ.2000થી રૂ.20,000થી વધુની કિંમતે વેચાણ કરી રૂપિયા મેળવવાનુ નક્કી કર્યું હતું.
પકડાયેલા આરોપીઓ પૈકી કુશ મીણા ક્રિષ્ના ઝેરોક્સ નામની દુકાન ધરાવે છે. આરોપી જૈમીન પ્રજાપતિ તથા રાજવીર ઠાકોર મહેસાણાની એક વ્યક્તિ પાસેથી અસલ ટિકિટ મેળવી ચારેય આરોપીઓએ નકલી ટિકિટો બનાવવા કલર પ્રિન્ટર ખરીદ્યું અને બાદમાં કુશ મીણાએ કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેરમાં આબેહૂબ નકલી ટિકિટ બનાવી પ્રિન્ટ કાઢી આપી હતી.આ ચારેય આરોપીને પાસેથી કુલ રૂ.1,98,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.