આ શહેરમાં વેચાય રહી છે 24 કેરેટની સોનાની કુલ્ફી ! વેચવા વાળો પણ એવો કે તમે સ્વ.ભપ્પી લાહેરીને ભૂલશો, કિંમત સાવ આટલી…જુઓ વિડીયો
આપણા ભારતીયો ખાણીપીણીના ઘણા બધા શોખીન હોઈએ છીએ આથી જ આપણા દેશની અંદર દરેક ફૂડમાં નવું નવું કાંઈકને કાંઈક વેરિએશન જોવા મળતું જ હોય છે, રોજ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્લોગ જોતા હોઈએ છીએ તો તેમાં આપણને અલગ અલગ ખોરાક વિશે જાણવા મળતું હોય છે. એવામાં મિત્રો તમે કુલ્ફી તો ખાધી જ હશે પરંતુ શું તમે ક્યારેક 24 કેરેટના સોના વળી કુફળી ખાધેલ છે ? ના નહીં ખાધી હોય તો કારણ કે આવી કુલ્ફી વેચનાર ઘણા ઓછા લોકો છે.
એટલા માં જ ઈંદૌરમાંથી આ કિસ્સો સામે આવ્યો છે જ્યા એક વ્યક્તિ “ગોલ્ડ કુલ્ફી” નામની મીઠાઈ વેચવાનું શરૂ કર્યું છે, હવે તમને એમ થશે કે આ કુલ્ફીની કિંમત કેટલી હશે તો મિત્રો આ કૂલ્ફીની કિંમત સામાન્ય જ છે જે જાણી તમારા પણ હોશ જ ઉડી જશે.આ મીઠાઈ હાલ એટલી બધી પ્રખ્યાત થઇ ગઈ છે કે દૂર દૂરથી લોકો અહીં આ મીઠાઈનો સ્વાદ માણવા માટે આવી રહ્યા છે.
હાલ આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ કુલ્ફી બનાવનાર વ્યક્તિએ પણ હાથ તથા ગળામાં કેટલુંય બધું સોનુ પહેરેલ છે, આવી અનોખી રીતે કુલ્ફીને તૈયાર કરતા આ દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ ફ્રિજ માંથી કુલ્ફી કાઢે છે અને અને તેના પર 24 કેરેટના સોનાની વરખ ચડાવે છે જે ખુબ જોવાલાયક છે. આ કુલ્ફીની કિંમત તમને હજારોમાં લાગશે પણ નહીં આ કુલ્ફીની કિંમત ફક્ત 351 રૂપીયા માત્ર છે.ખરેખર છેને એકદમ અમેઝિંગ વસ્તુ.
View this post on Instagram