મહેસાણા : દરેક ગરબા રસિયાઓ ખાસ વાંચે, ગરબા રમતા રમતા જ 23 વર્ષીય યુવતી સાથે એવી ઘટના ઘટી કે મૌત નીપજ્યું…
મહેસાણા : દરેક ગરબા રસિયાઓ ખાસ વાંચે, ગરબા રમતા રમતા જ 23 વર્ષીય યુવતી સાથે એવી ઘટના ઘટી કે મૌત નીપજ્યું. આ ઘટના દરેક ખેલૈયાઓ માટે ખુબ જ ચેતવણી સમાન છે, હાલમાં જ્યારે નવરાત્રી ચાલુ છે, ત્યારે અનેક યુવાનો જોશ સાથે ગરબા રમે છે, પરંતુ જોશમાં ને જોશમાં જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
આપણા ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને સરકાર દ્વારા ગરબા આયોજકોને પણ સુચના આપવામાં આવી છે, ખાસ કરીને યુવાનોના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી સુવિધા અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રાખવામાં આવી છે. હાલમાં જ મહેસાણામાં નવરાત્રીના આગલા દિવસે શાળામાં આયોજીત ગરબામાં ગરબા રમવા માટે ગયેલી 23 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકના કારણે જે દુઃખદ નિધન થયું.
ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, મહેસાણાના દેદિયાસનની આર.જે સ્કુલમાં શનિવારે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. આ શાળાના ઋચિકા શાહ (ઉ.વ 23) નામના શિક્ષિકાબેન પણ ગરબામાં ગયેલ અને ગરબા રમ્યા બાદ તેની તબિયત અચાનક બગડી હતી અને યોગ્ય સારવાર મળે એ પહેલા જ તેનું દુઃખદ નિધન થયું.
ડોક્ટર દ્વારા અચાનક મુત્યુનું કારણ કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું.આ બનાવના પગલેપરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, આ ઘટના ખુબ જ દુઃખદાયી છે, ખરેખર આ બનાવના પગેલે પરિવાર જનોને ખુબ જ આઘાત લાગ્યો છે. આ બનાવના પગલે દરેક માતા પિતાઓ એ તેમજ યુવાનોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગરબા રમવાનો જોશ જીવન માટે જોખમી ન થઇ જાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો