India

બૉલીવુડ જગતમાં સન્નાટો છવાય ગયો હતો જયારે આ ખુબ જ પ્રખ્યાત ગાયકનું નિધન થયું ! PM શ્રી મોદીએ પણ શોક વ્યક્ત કર્યું હતું,હાર્ટઅટેક..

જીવનના દ્વારે મોત ક્યારે આવીને ઉભું રહી જાય એ કોઈ નથી જાણતું. ખરેખર આ વાત સત્ય છે, હાલમાં જ આપણે જાણીએ છે કે, પંજાબના સિદ્ધુ મુસેવાલ નું નિધન થયું છે, ત્યારબાદ ગઈકાલે કોલકતાના લોકપ્રિય સિંગરનું નિધન થતા જ તેમના પરિવારજનોમાં અને તેમના ચાહકગણોમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટનાં ખૂબ જ દુઃખદાયી છે, જેના લીધે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીજી એ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું..

ચાલો અમે આપને આ ઘટના વિશે વિગતવાર જણાવીએ કે, આખરે બનાવ શું બન્યો અને આ લોકપ્રિય સિંગર કોણ છે, તે ખાસ જાણીશું. દુઃખદ સાથે કહેવું પડે છે કે,જાણિતા બોલીવૂડ ગાયક કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકેનું કોલકાતામાં 53 વર્ષની વયે નિધન થયું હતું. કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પર્ફોમિંગ કરી રહ્યા હતા.કોન્સર્ટ બાદ ઓચિંતા જ તેમની તબિયત બગડી ગઈ હતી અને પડી ગયા હતા.

આ ઘટના બાદ તાત્કાલિક જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ જાણવા મળ્યું હતું.તમને જાણીને આશ્ચર્ય થશે કે, કેકે બોલીવુડમાં ખુબ જ નામના મેળવી હતી. 90ના દાયકાના ‘યારો’ ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટીકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું.

KKનું પ્રથમ આલ્બમ ‘પાલ’ વર્ષ 1999માં રિલિઝ થયું હતું. સિંગર-કોમ્પોઝીટર કે જેમનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું તેમણે બોલીવૂડ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે તડપ તડપ (હમ દિલ દે ચુકે સનમ, 1999), દસ બહાને (દસ,2005), તુને મારી એન્ટ્રીયા (ગુંડે,2014) જેવા ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝીક રજૂ કર્યાં હતા.

PM મોદીએ કહ્યું KKના નામથી પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નથના આકસ્મિક અવસાનથી હું દુખી છું. તેમના ગીતોએ લાગણી અને ભાવનાની એક વિસ્તૃત શ્રૃખલાને દર્શાવી છે. તેમના ગીતો તમામ વયના લોકો સાથે જોડાયેલા છે. આપણે તેમના ગીતો મારફતે હંમેશા તેમને યાદ રાખશું. PM મોદીએ KKના પરિવાર અને પ્રશંસકો પ્રતે સંવેદના વ્યક્ત કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!