બેલ્ક અને વાઈટ ફંગસ બાફ આવ્યો આ એક નવો રોગ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોરાની મહામારી સામે માણસ માંડ બચીને આગળ આવ્યો ત્યાં બીજા અનેક રોગો તેને ઘેરી લીધો એક પછી એક અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે, ત્યારે ફરીએકવાર આપણે જાણીશું કે વાઈટ અને બ્લેક ફંગસ પછી ફરી ક્યાં રોગે દસ્તક આપી છે.
હાલમાં એક નવા રોગે લોકોને હેરાન કર્યા છે.કેન્ડિડા ફંગસના સોલા સિવિલમાં 2 કેસ નોંધાયા છે. કેન્ડિડા ફંગસના દર્દીને એમ્ફોટિરીસીન-બી ઇન્જેક્શન આપવા પડતાં નથી, અને સર્જરી બાદ દર્દી દવાથી સાજો શકે છે.
કેન્ડિડા ફંગસના દર્દીને એમ્ફોટિસિરીન-બીના ઇન્જેક્શન આપવા પડતાં નથી, સર્જરીમાં આંખ કાઢવી પડતી નથી, સર્જરી બાદ દર્દી એન્ટી ફંગલ દવાથી સાજો થતો હોવાથી વ્હાઇટ અને બ્લેક ફંગસ જેટલી ઘાતક નથી.
કેન્ડિડા ફંગસ નાક, કાનમાં થાય છે ફુગની 40થી 1040 જેટલી પ્રજાતિ હોય છે, કાનમાં પાણી જાય તો ફૂગ થઇ શકે છે, હાલમાં કોવિડને લીધે મ્યુકર, એસ્પરજીલસ ફંગસના કેસ સૌથી વધુ જોવા મળે છે. મ્યુકર અને એસ્પરજીલસ ફૂગની જેમ કેન્ડિડા ફૂગ પણ નાક, કાન અને આંખની આજુબાજુ જોવા મળે છે.
હાલમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે અને લોકડાઉન હટી ગયું છે ત્યારે દેશભરમાં વેક્સીનેશન પ્રક્રિયા ચાલુ છે ત્યારે આપણે સૌ માસ્ક પહેરવું જોઈએ તેંમજ સાવેચતી રાખવીએ અને કોરોનાની રસી અવશ્ય મુકાવીએ કારણ કે કોરોના હજુ પણ હયાત છે તે આપણી વચ્ચે જ છે.