દીકરાઓ હોવા છતાં માને રોડ પર જીવન વિતાવવું પડે છે,ત્યારે માનાં શબ્દો તમને રડાવી દેશે.
ખરેખર આંખોમાં આંસુઓ આવી જશે જ્યારે તમે આ વૃદ્ધ મહિલાની વાતો સાંભળશો! જીવનમાં કંઈ પણ ખરાબ કાર્ય થઈ જાય આપણા થી તો ભગવાન હજુ એ પાપને ભૂલી જશે પરતું જેને આપણને જન્મ આપ્યો એ જનેતાને કે પછી પિતાને જાકોર આપીએ કે તરછોડીએ ત્યારે સૌથી મોટો આઘાત લાગે છે. જીવનમાં અનેક વખત આપણે નોંધાર લોકોને જોતા હોઈએ છીએ.
માણસઇ ને ખાતર આપણે દરેક જીવોની મદદ કરવી જોઈએ આજે આપણે એક એવા માજીની વાત કરવાની છે જેઓ ઘણા વર્ષોથી રોડ ઉપર જ પોતાનું જીવન જીવે છે અને બસ એક ટકનું ભોજન જમી લે છે. આ વૃદ્ધ મહિલાને 2 દીકરાઓ હોવા છતાં પણ આજે રોડ પર રહેવું પડે ત્યારે ખરેખર અંતર મનથી એકજ સાદ આવે કંઈ રીતે આવું કોઈ કરી શકે.
જ્યાં પોતાના કામે ન આવે ત્યારે પારકા લોમો મદદ આવતા હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે પોપટ ભાઈ ફાઉન્ડેશન નિસહાય લોકોની મદદનું કામ કરે છે તેમજ. આ વીડિયોમાં તમે આ મહિલના જીવનની વાત જાણી શકશો તે કેવી રીતે પોતાનું જીવન પસાર કરે છે. જ્યારે આ લોકો તેમની મદદે આવ્યા ત્યારે તેમની આંખોમાંથી આંસુઓ આવી ગયા અને એટલું બોલ્યા કે મારા પેટ નાં જણાય અને જેને મેં ધવડાવ્યા એ આજે મારા ન થયા પણ તમે આજે મારા મદદે આવ્યા તે ખરેખર હૈયું મારું રડવા લાગ્યું છે આ પ્રેમ જોઈને.
આ ફાઉન્ડેશન દ્વારા માજીને એક આશ્રમમાં રહેવા માટે વ્યસવકરી દીધી તેમજ ત્યારબાદ તેમની હાલત જે હતી અને જે પગનો દુખાવો હતો એની પણ સારવાર કરી આપી. ખરેખર કોઈના ચહેરા પર સ્મિત લાવવું એ સૌથી મોટી ખુશી છે ત્યારે ઈશ્વરના ચહેરાનું સ્મિત રેલાઈ જાય છે.