Gujarat

સુરતના ડિંડોલીમાં ફક્ત 4 વર્ષીય ફૂલ જેવી દીકરીનું મૃત્યુ થતા આખો પરિવાર હીબકે ચડ્યો ! જાણો શું બની પુરી ઘટના ?

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં ગુજરાત રાજ્યમાંથી રોજબરોજના અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાની ખુબ જ ચોંકાવી દેતી ઘટના સામે આવતી જ રહે છે, એવામાં ડાયમંડ સીટી સુરત માંથી એક ખુબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના હાલ સામે આવી છે જેના વિશે જાણીને તમે પણ શોકમગ્ન બની જશો.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે જેમાં ફક્ત 4 વર્ષીય માસુમ દીકરીનું ખુબ જ દુઃખદ રીતે નિધન થયું હતું, જણાવી દઈએ કે મૂળ ઉત્તરપ્રદેશના તથા હાલ ડિંડોલીના નવાગામની અંદર રાહુલ મોર્યા તેમના પરિવાર સાથે રહેતા હતા અને જાહેરાતની કંપનીની અંદર નોકરી કરીને પોતાનું જીવન ગુજારતા એવામાં તેઓની દીકરી 4 વર્ષીય અંકિતા તેની નાની બહેન સાથે ચોથા માળ પર રમી રહી.

અંકિતા રમતા રમતા રસોડામાં આવી હતી જ્યા પિતા જમવાનું તૈયાર કરતા હતા ત્યારે તેઓની પાસેથી પુરી લઈને ફરી રમવા માટે દોડી ગઈ હતી, માતા આ સમયે ઘરમાં આરામ કરી રહી હતી કારણ કે તેઓ બીમાર હતા, એટલામાં ગેલેરીમાં રમતા રમતા જ અંકિતા ચોથા માળેથી નીચે પટકાઈ, જે બાદ આનો જોરદાર આવાજ આપતા પિતા દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી હતી.

પણ અફસોસ કે માસુમ અંકિતાએ સારવાર દરમિયાન જ દુનિયાને અલવિદા કહી દીધું, આ ઘટનાને લઈને હાલ પરિવારની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે ફૂલ જેવી દીકરી ઘડીકમાં હતી નહોતી થઇ ગઈ.આવી ઘટનાઓને ખાસ કરીને દરેક વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે માસુમ બાળકો રમત રમતમાં જ શું કરી બેઠતા હોય છે તે કોઈ નથી જાણતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!