Gujarat

એક એવું મંદિર જ્યાં અનંત યુગથી ઘી કે તેલ વિના જ્યોત પ્રગટે છે અને લોકો મૂર્તિને નથી પૂજતા પણ..

જગતમાં 51 શક્તિપીઠો આવેલા છે, જે મા સતીના અંગોથી ઉત્તપન્ન થયેલા છે. ત્યારે આજે આપણે એક એવા શક્તિપીઠની વાત કરવાની છે ખૂબ જ ચમત્કારિક છે. અહીંયા અવિરતપણે જ્યોય સળગતી રહે છે અને લોકો એ જ્યોતને પૂજે છે. ચાલો ત્યારે આપણે જાણીએ કે આખરે આ મંદિર શા  માટે એટલું ખાસ છે. અને અહિયાનું મહત્વ શુ છે?

જ્યારે સતી યજ્ઞકુંડમાં અગ્નજી સ્નાન કર્યું ત્યારબાદભગવાન શંકરે માતા સતી ના શરીરને યજ્ઞકુંડમાંથી બહાર કાઢ્યો અને તેમને તેમના ખભા પર રાખીને અને દિવ્ય નૃત્ય કરવાનું શરૂ કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ માતા સતીના શરીરને સુદર્શન ચક્રથી માતાનું શરીર 51 ભાગમાં વિખરાઈ ગયું અને પૃથ્વી પર જ્યાં પણ માતા સતીના ભાગના ટુકડાઓ, કપડાં અથવા આભૂષણ પડ્યા ત્યાં તે સ્થળો શક્તિપીઠ બની ગયા.

હિમાચલ પ્રદેશમાં જ્વાલા દેવી મંદિર 24 કલાક સુધી પ્રગટાવવામાં આવે છે અને લોકો તેમની પૂજા-અર્ચના કરે છે. આ મંદિરમાં કુલ નવ જ્વાળા છે, જેમાંથી એક મુખ્ય છે. એવું માનવામાં આવે છે કે સદીઓથી આ જ્વાળાઓ આ રીતે સળગી રહી છે. હિન્દુ ગ્રંથો અનુસાર, માતા સતીની જીભ આ સ્થાન પર પડી, તેથી તેનું નામ જ્વાલા દેવી મંદિર રાખવામાં આવ્યું. આ મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ, મંદિરના ગર્ભગૃહમાંથી નીકળતી જ્યોતને માતા તરીકે પૂજવામાં આવે છે. આ કારણોસર, આ મંદિર મુખ્ય 9 શક્તિપીઠમાં શામેલ છે.

જ્વાલા દેવી મંદિર જોતવાલી મંદિર અને નાગરકોટ મંદિર તરીકે પણ ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની શોધ પાંડવોએ કરી હતી. નવરાત્રી નિમિત્તે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અને ભક્તો નવ જ્યોતને જોવા માટે મંદિરમાં આવે છે. આશ્ચર્યજનક રીતે, આ જ્યોત તેલ, ઘી અથવા  વિના સડકતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!