આ નાના એવા ગામમાં ખેડૂતે ખરીદ્યુ કરોડો રૂપિયાની કિંમતનું હેલીકૉપટર ! કિંમત જાણી તમારા હોશ ઉડી જશે, દૂધ વેચવા માટે…
મિત્રો તમને ખબર જ હશે કે આપણા દેશની રીડની હડ્ડી ખેતીને માનવામાં આવે છે કારણ કે આપણા દેશના અનેક નાગરિકો છે જે ખેતી દ્વારા પૈસા કમાતા હોય છે જયારે તેની સાથો સાથ ખેડૂતો પશુપાલન પણ કરતા હોય છે. એવામાં એક ખુબ જ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો જેના વિશે જાણીને તમારા પણ હોશ જ ઉડી જશે, તમને જણાવી દઈએ કે એક ખેડૂતે પોતાના માટે હેલીકૉપટર ખરીદ્યું હતું.
એક ખેડૂતે હેલીકૉપટર ખરીદતા સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું, આવો અનોખો કિસ્સો મહારાષ્ટ્રના ભીવંડી માંથી સામે આવ્યો છે જ્યા જનાર્દન ભોઈર પોતાના માટે હેલીકૉપટર ખરીદ્યું હતું,હવે તમને વિચાર થશે કે એક ખેડૂત પાસે હેલીકૉપટર હોવું તે ખુબ જ ચોંકાવનારી છે તો ચાલો આ અંગેની પુરી માહિતી અમે તમને આપીએ કે એક ખેડૂતે શા માટે હેલીકૉપટર ખરીદ્યું.
ખેતી કરતા તથા દૂધનું વેચાણ કરનાર ખેડૂત જનાર્દન ભોઈરનો રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ છે આથી તેઓને રોજબરોજ અનેક જગ્યાએ જવાનું હોય છે, આ બિઝનેસને લઈને તેઓને દેશના અનેક ખૂણે ખૂણે જવાનું થતું જ હોય છે આથી તેઓએ આ વ્યાપારને ધ્યાનમાં રાખીને જ હેલીકૉપટર ખરીદ્યું હતું જેથી તેઓ ક્યાંય પણ જવું હોય ત્યાં તેઓ આરામથી પોહચી શકે. જનાર્દનભાઈનું કેહવું છે કે તેઓને પંજાબ,ગુજરાત,હરિયાણા તથા રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાં જવાનું હોય છે.
જનાર્દનભાઈએ પોતાના આ હેલીકૉપટર માટે ઘર પાસે હેલિપેડ પણ તૈયાર કર્યું હતું,તેઓના ડેરી ઉદ્યોગ માટે થઈને જ તેઓને અનેક રાજ્યોમાં ફરવાનું રહેતું હોય છે.આ હેલીકૉપટરની કિંમત 30 કરોડ હોવાનું હાલ સામે આવ્યું છે.જનાર્દનભાઈ હાલ તેઓના રહેણાક વિસ્તારના આસપાસ ઘણા ચર્ચિત થયા છે લોકો દૂર દૂરથી હેલીકૉપટર જોવા માટે ત્યાં આવી રહ્યા છે.