અમદાવાદ જાવ કે અમદાવાદ જ રહેતા હોવ તો એક વખત “લક્ષ્મી ગાંઠિયા રથ” ના ગાંઠિયા જરૂરથી ચાખજો ! દયાબેન-સુન્દરમમાં પણ છે દીવાના…
મિત્રો તમને ખબર જ હશે કે આપણા ગુજરાતી લોકો પેહલાથી જ ગઠિયાના રસિયા હોય છે, આપણા ગુજરાતી લોકો વહેલી સવારે નીકળી જાય છે અને બાદમાં આવતી વખતે ગાઠીયા ખાતા આવે છે તથા ઘરે પણ લેતા આવે છે. આથી જ આખા ગુજરાતની અંદર ગાંઠિયાનું વેચાણ ખુબ થઇ રહ્યું છે, જેમાંથી અમુક લોકો તો ખાસ કરીને ગાંઠિયા ખાવા માટે જ જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદની એક એવી ગાંઠિયાની દુકાન વિશે કરવાના છીએ જે આખા અમદાવાદમાં ખુબ પ્રખ્યાત છે.
આ ગાંઠિયાની દુકાન બીજી કોઈ નહીં પરંતુ પ્રખ્યાત ગાંઠિયા રથ છે જેની શરૂઆત વર્ષ 1985 ની અંદર થઇ હતી, શરૂઆતમાં તો આ ગાંઠિયા રથની એક લારી હતી પરંતુ ધીરે ધીરે કરતા લોકપ્રિયતા એટલી બધી વધતી ગઈ કે હાલના સમયમાં ફક્ત અમદાવાદમાં જ 7 બ્રાન્ચ તથા બીજા શહેરમાં 2 એમ કુલ હાલ 9 બ્રાન્ચો ચાલી રહી છે, ગાંઠિયા રથના માલિકનું નામ વાલજીભાઇ છગનભાઇ ટાંક છે જે મૂળ ગોંડલના રહેવાસી છે.
તમને જાણતા નવાય લાગશે કે તેઓ છેલ્લા 37 વર્ષથી આ ગાંઠિયા રથ ચલાવે છે, શરૂમાં વાલજીભાઇ હાથેથી લોટ બાંધીને ગાંઠિયા બનાવતા હતા પરંતુ હાલ અનેક મશીનો આવી જતા ફટાફટ તથા ખુબ ઝડપી રીતે લોટ બંધાય જાય છે અને તરત જ ગાંઠિયા તૈયાર પણ થઇ જાય છે, અમદાવાદમાં ગાંઠિયા રથની આ ગાંઠિયાની દુકાન એટલી બધી પ્રખ્યાત છે કે વહેલી સવારથી જ લોકોની ગાંઠિયા ખાવા માટે ભારે ભીડ જામે છે અને લોકો ખુબ આનંદ સાથે ગાંઠિયાનો સ્વાદ માણે છે.
આ ગાંઠિયાની દુકાન એટલી બધી ફેમસ છે કે અનેક મોટા મોટા સેલિબ્રિટી તથા રાજકીય કાર્યકરો પણ ગાઠીયા ખાવા આવી ગયેલ છે, અહીં તારક મેહતા ફેમ દિશા વાકાણી, મયુર વાકાણી(સુંદર મામા),મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી,ગોવિંદા તથા રાજકીય નેતાઓમાં હર્ષ સંઘવી આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ અહીં ગાંઠિયા ખાવા આવી ચૂકેલ છે.
અમદવાદમાં આ વિસ્તારમાં આવેલ છે દુકાનો :
1.નહેરુનગર ચાર રસ્તા
2.આંબલી બોપલ ચાર રસ્તા
3.જેલ ભજીયા હાઉસ સામે,RTO સર્કલ
4.શિવસુંદરમ કોમ્પ્લેક્ષ,ગુરુકુળ રોડ
5.વાસણા બસ સ્ટેન્ડ પાસે
6.શ્રધાદીપ કોમ્પ્લેક્ષ,શાસ્ત્રીનગર
7.જજીસબંગલો રોડ