Gujarat

બનાસકાંઠામાં પરણિતાએ બે સંતાનો તથા સાસુ સાથે ડેમમાં કૂદી મૌતને ભેટી લીધું ! એક જ સાથે ચાર અર્થી ઉઠી તો સૌ કોઈ શોકમાં, આ કારણે જીવ દીધો..

મિત્રો જો તમે સમાચારપત્રો વાંચતા હશો તો તમને ખબર જ હશે કે સુરત શહેરમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક જ પરિવારના સાત સાત લોકોએ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનાના પડઘા આખા ગુજરાત રાજ્યની અંદર પડ્યા હતા, એવામાં વધુમાં આવી જ એક ઘટના હાલ બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે જેમાં એક જ પરિવારના ચાર લોકોનું નિધન થયું છે.

જણાવી દઈએ કે પાલનપુરના નાની ભટામલ ગામની અંદરથી આ ઘટના સામે આવી છે જ્યા પરણિતાએ તેના બે સંતાનો તથા સાસુ સાથે દાંતીવાડા ડેમની અંદર ઝંપલાવીને મૌતને ગળે લગાવી લીધું હતું, આ ઘટનાની જાણ થતાની સાથે જ આખું ગામ દાંતીવાડા ડેમ દોડી ગયું હતું એવામાં આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

હાલ તપાસ દ્વારા આત્મહત્યા કરવા પાછળનું ખાસ કારણ પણ સામે આવ્યું છે જેમાં જાણવા મળ્યું હતું કે પરણિતાનો પતિ તથા તેના સસરા દ્વારા ખુબ ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ મૃતક પરણિતાના ભાઈએ લખાવી છે. તમને જણાવી દઈએ કે મૃતકનું નામ નયનાબેન નારણસીંગ ચૌહાણ(ઉ.વ.30),સપનાબા નારણસીંગ ચૌહાણ(ઉ.વ.8),વિરમસિંગ નારણસીંગ ચૌહાણ(ઉ.વ.5) તથા સાસુ કનુબા ગેંનસીંગ ચૌહાણ(ઉ.વ.55) હોવાનું હાલ સામે આવ્યું છે.

મૃતક નયનાબેને પોતાના સંતાનો સહીત સાસુ સાથે દાંતીવાડા ડેમમાં કૂદીને પોતાના મૌતને વ્હાલું કરી લીધું હતું, હાલ આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જયારે એક જ ગામમાંથી એક સાથે ચાર ચાર ચિત્તાઓ ઉઠી તો સૌ કોઈ રડી જ પડ્યું હતું અને આખું ગામ શોકમય બન્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!