ફટાકડા રસિયાઓ જરૂરથી વાંચે ! અમદાવાદ શહેરમાં દિવાળીને દિવસે ફક્ત આટલા કલાક જ ફટાકડા ફોડી શકશો,જાહેરનામાનો ભંગ કરનારને થશે દંડ…
મિત્રો તમને ખબર જ હશે કે હવે દિવાળીને ફક્ત ગણતરીના દિવસો બાકી રહી ગયા છે એવામાં આખા ગુજરાત રાજ્યમાં ભારે જોરો શોરોથી દિવાળીની ખરીદી કરવામાં કરવામાં આવી રહી છે, તમને એ પણ ખબર જ હશે કે દિવાળીના તહેવારનું આપણા આખા ભારત દેશની અંદર કેટલી મહત્વતા છે આથી જ આ તહેવારને ખુબ જ જોરો શેરોથી આખા ભારત દેશની અંદર ઉજવવામાં આવે છે,દિવાળીના તહેવારના ખુબ ફટાકડા ફોડવામાં આવે છે જેને લઈને હવા પ્રદુષણમાં પણ વધારો થાય છે.
જેને લઈને લોકો તહેવારની ઉજવણી પણ કરી શકે તથા પર્યાવરણને પણ નુકશાન ન થાય તે માટે થઈને અનેક જિલ્લાઓના કલેકટર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં રાજકોટ શહેરમાં વાત કરીએ તો રાજકોટમાં દિવાળીના દિવસે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યાં સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવું જાહેરનામું હાલ બહાર પાડવામાં આવ્યું છે, આ જાહેરનામાંનો ભંગ કરનાર પર કાયદાકીય રીતે કાર્યવાહી પણ થઈ શકે છે આથી દરેક લોકોએ સાવચેત રેહવું અને ફક્ત બે કલાક જ ફટાકડા ફોડવા.
આવુંને આવું જ અમદાવાદ શહેરમાં પણ છે,તમને જણાવી દઈએ કે અમદવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે દિવાળી અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવમાં આવ્યું છે કે અમદાવાદની જનતા દિવાળીના દિવસે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યાં સુધીના સમયમાં જ ફટાકડા ફોડી શકશે ત્થા નવા વર્ષના દિવસે રાત્રીના 11:55 થી લઈને 12:30 સુધી જ ફટાકડા ફોડવાના રહેશે તેવું જાહેરનામામાં જણાવામાં આવ્યું છે, આ જાહેરનામાનું ભંગ કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થઈ શકે છે.
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલ જાહેરનામા એ પણ વિગતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ, સ્કૂલ, નર્સીંગ હિંમત, પેટ્રોલ પંપ તથા ધાર્મિક સ્થળોના 100 મીટર સુધીના વિસ્તારો સાયલન્ટ ઝોન ગણાશે જ્યાં કોઈ ફટાકડા ફોડી શકશે નહીં. નાગરિકોની સલામતી ત્થા પર્યાવરણની સુરક્ષાને લઈને આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેનું લોકોએ અચૂક પણે પાલન કરવાનું રહેશે.