સુરત આવો તો એક વખત જરૂરથી “જલારાઆં ખમણહાઉસના” રસાવાળા ખમણ જરૂરથી ખાજો ! ખાવા માટે લાગે છે લાઇનોની લાઈનો…
મિત્રો આપણા ગુજરાતીઓમાં એક વાત તો બધામાં કોમન જ હોય છે કે આપણે સૌ કોઈ ખાવા પીવાના ભારે શોખીન હોઈએ છીએ જે ખુબ જ સારી વાત કહેવાય. આપણા રાજ્યની બીજા રાજ્યમાં પણ વાત એવી જ થાય કે ગુજરાતી મતલબ ખાય પીયને મોજ કરવા વાળા, જે ખરેખર આપણા સ્વભાવ સાથે મેચ થાય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક નાસ્તા વિશે જણાવાના છીએ જે આપણા ગુજરાતમાં ખુબ પ્રખ્યાત છે.
તમને ખબર જ હશે કે સવારનો નાસતો હોય એટલે આપણે ગાઠીયા,ખમણ, સમોસા, ઇદડા જેવા ખોરાકની મજા માણતા હોઈએ છીએ, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ખમણ વિશે જણાવાના છીએ જે આખા ગુજરાત રાજ્યમાં ખુબ ખાવામાં આવે છે પણ મિત્રો જયારે ખમણ,ખાવસા તથા લોચાની વાત કરવામાં આવે તો આપણા મગજમાં સૌ પ્રથમ સુરત શહેર જ આવે છે કારણ કે સુરત શહેર લોચો તથા રસાવાળા ખમણ જેવી વાનગીઓ માટે ખુબ પ્રખ્યાત માનવામાં આવૅ છે.
એવામાં સુરત શહેરના અમે જલારામ ખમણ વિશે જણાવાના છીએ, જ્યા ખુબ સ્વાદિષ્ટ રસાવાળા ખમણનો સ્વાદ માણવા મળે છે,મિત્રો તમને આખા સુરત શહેરની અંદર અનેક ખમણની દુકાનો મળી જશે પરંતુ જલારામ ખમણ જેવા રસાવાળા ખમણ તમે ક્યારેય પણ નહિ ખાધા હોય, અહીં ફક્ત રસાવાળા ખમણ જ નહીં પરંતુ અહીં પંજાબી સમોસા, ઇદડા, ચાઈનીઝ સમોસા જેવી વાનગીઓ મળી રહે છે.
આ દુકાન ચલાવનાર ભાઈનું કેહવું છે કે અહીં ઉત્તમ ક્વોલિટીની તમામ વસ્તુઓ મળી રહે છે, અને અહીં જ બધું જ બનાવામાં આવે છે અને ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં લોકોની ખુબ ભારે ભીડ હોય છે અને ખાવા માટે લોકોની પણ લાંબી લાંબી લાઈનો લાગે છે.
દુકાનનું સરનામું :
એલપી સવાની રોડ,સુરત – ૩૯૫૦૦૯