ખેડૂતોને ચિંતાતુંર કરી દે એવી આગાહી અંબાલાલ પટેલે કરી!! આવનાર આ તારીખમાં રાજ્યમાં વરસાદ તથા… જાણો પુરી આગાહી
હાલમાં એક તરફ શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલે કરેલી આગાહી મુજબ, આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે દક્ષિણ ભારત અને ગુજરાતમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
શુક્રનો સ્વાતી નક્ષત્રમાં પ્રવેશ થવાથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ખાસ કરીને વધુ ભારે પડી શકે છે.
ગુજરાતમાં પણ ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ કમોસમી માવઠું સિઝનનું ભારે માવઠું હશે.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે.આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.