ગુજરાત પોલીસના IG સાહેબ આવ્યા શ્રી માંગલ ધામ ભગુડા, માયાભાઇ આહીરે કર્યું સ્વાગત… જુઓ આ ખાસ તસવીરો
માંગલ ધામ ભગુડા એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત શક્તિપીઠ છે. આ મંદિરમાં માતા ભગવતીની ચાંદીની મૂર્તિ શોભે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને તેની ભવ્યતા અને સુંદરતા માટે જાણીતું છે. માતાજીના દર્શનાર્થે અનેક લોકો પધારે છે, ત્યારે હાલમાં જ ગુજરાતના આઈ.જી સાહેબ પણ પોતાના પત્ની સાથે
તાજેતરમાં, ગુજરાતના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અધિકારીશ્રીએ માંગલ ધામ ભગુડા ખાતે માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા. તેમનું સ્વાગત ગુજરાતના લોકપ્રિય લોક સાહિત્ય કલાકાર માયાભાઇ આહીરે હાર પેરાવીને કર્યું હતું. IG સાહેબે પોતાના પત્ની સાથે માતાજીના દર્શન કર્યા અને આરતી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. તેમણે માતાજીને પ્રાર્થના કરી કે તેઓ ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ આપે.
IG સાહેબની માંગલ ધામ ભગુડાની મુલાકાત એ આધ્યાત્મિક હતી અને માયાભાઇ આહિરે તેમની સાથે જ રહ્યા હતા. અમે આપને માંગલ ધામ વિષે જણાવી કે આખરે આ મંદિરનું શું મહત્વ છે?
ભાવનગરના ‘મહુવા’ તાલુકામાં ભગુડા ગામમાં “આઈ મોગલ” બિરાજમાન છે. આ ગામ જ્યાં ‘માં મોગલ’ હાજરાહજૂર છે. અહીં અનેક પાવનકારી ઘટનાઓ બનેલી છે અને આ ધામ કથાઓ સાથે જોડાયેલું છે.દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાનાં અધૂરાં કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે , આઈજી સાહેબે પણ માતાજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.