પિતાએ દીકરીના આવા અનોખા લગ્ન કરી પોતાનું સપનું પૂર્ણ કર્યું ! પ્રાઇવેટ જેટમાં કરાવ્યા દીકરીના લગ્ન,300 મેહમાન અને…જુઓ લગ્નની તસવીરો
મિત્રો હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે એવામાં રોજબરોજના એવા અનેક અનોખા લગ્નના કિસ્સાઓ તથા પ્રિવેડિંગ ફોટોશૂટના કિસ્સાઓ સામે આવતા જ રહેતા હોય છે,જેના વિષે જાણ્યા બાદ કોઈપણ હેરાન જ થઇ જતું હોય છે, તમને ખબર જ હશે કે બિઝનેસમેનો તથા મોટા મોટા સુપરસ્ટાર લોકો મોટા વિલા અથવા તો હોટેલમાં લગ્નનું આયોજન કરતા હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ વ્યક્તિ પોતાની દીકરીના લગ્ન હવામાં કરે? ના નહિ જોયું હોય તો ચાલો અમે આ અનોખા લગ્ન વિશે જણાવીએ.
તમને જણાવી દઈએ કે UAE માંસ્થિત ભારતીય બિઝનેસમેન એવા દિલીપ પોપલે નામના મોટા બિઝનેસમેને પોતાની દીકરીના લગ્ન હવામાં કરાવ્યા હતા, એટલે કે તેઓએ પોતાની દીકરીના લગ્ન પ્રાઇવેટ જેટની અંદર કરાવ્યા હતા, આ લગ્નમાં 300 જેટલા મેહમાનોએ હાજરી આપી હતી અને આવા અનોખા લગ્ન પણ દુબઇ ખાતે જ યોજાયા હતા. આવા અનોખા લગ્નના હાલ અનેક એવા વિડીયો તથા સોશિયલ મીડિયા પર અનેક એવી તસવીરો વાયરલ થઇ રહી છે.
હાલ આ લગ્નની ચર્ચા તો પુરી દુનિયામાં થઇ રહી છે કારણ કે રિસોર્ટ તથા વિલાઓમાં તમે અનેક લગ્ન જોયા હશે પરંતુ આવા પ્રાઇવેટ જેટની અંદર લગ્ન કરવા તે ખુબ અનોખી વાત કહી શકાય. જાણવા મળ્યું છે કે દિલીપ પોપલે જવેલરીનો બિઝનેસ કરે છે જેણે 300 મેહમાન સાથે આસમાની ઉડાન ભરી હતી અને પોતાના દીકરીના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.
હાલ આ લગ્નની અનેક એવી તસવીરો તથા વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહયા છે, અમુક વીડિયોમાં જોઈ શકાય છે કે મેહમાનો વિમાનની અંદર જ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે અને દરેક લોકો ખુબ જ સારી રીતે આ લગ્નને એન્જોય કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે વર-કન્યાએ મેહમાનો સાથે જ દુબઇથી લઈને ઓમાન સુધીની વિમાની સફર કરી હતી જેમાં 3 કલાક જેટલો સમય લાગ્યો હતો અને આ સમય દરમિયાન જ વર-કન્યાના લગ્ન કરવામાં આવ્યા હતા,દિલીપભાઈએ આ લગ્ન વિશે જણાવતા કહ્યું હતું કે હંમેશા મારું સપનું રહ્યું હતું કે હું મારી દીકરી માટે હંમેશા આવું જ કાંઈક કરવાનું સપનું જોયું હતું.