અંબાલાલ પટેલની ફરી એક વખત મોટી આગાહી, આ તારીખથી ઠંડી વધશે તો આ મહિનામાં આ તારીખે ફરી માવઠું?? જાણો આગાહી
ભર શિયાળે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ખરેખર આ ખેડૂતો માટે ચિંતિત થવા જેવી વાત છે ત્યારે હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આ વખતે ઠંડી કે વરસાદને લઈને નહી પણ એક એવી ખતરનાક આગાહી કરી છે કે સૌ કોઈ લોકો માટે સંકટ સમાન છે.
અંબાલાલ ની આગાહી પ્રમાણે 2 થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. તેમજ આ ચક્રવાતના કારણે 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.
ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. સૌથી ખાસ વાત એ છે કે, ચક્રવાતના કારણે નીચે મુજબના નુકસાનની સંભાવના છે.
ભારે વરસાદના કારણે પૂર, ધોવાણ અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. વાવાઝોડાના કારણે વૃક્ષો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે.ઠંડા પવનોના કારણે ઠંડી અને શરદી-ઉધરસના રોગોનો ફેલાવો થઈ શકે છે.ચક્રવાતની આગાહીના આધારે સલામત સ્થળે શિફ્ટ થઈ જાવ.જો તમે ઘરે રહો છો તો તમારા ઘરને ચક્રવાતથી બચાવવા માટે તૈયાર કરો.