Gujarat

અરે આ શું?? મોરબીના વાંકાનેરમાં ઝડપાયું નકલી ટોલ નાકુ, છેલ્લા દોઢ વર્ષથી લુંટ્યા લોકોને..ફિલ્મને ટક્કર મારે એવો મામલો… જાણો

ગુજરાતમાં મોરબી વાંકાનેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું નકલી ટોલનાકું ઝડપાયું છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપીઓએ વઘાસિયામાં આવેલી એક ફેક્ટરી ભાડે રાખી હતી, જેને ટોલનાકું બનાવી ફોર વ્હીલ, નાના ટ્રક, મોટા ટ્રક સહિતના વાહનોને દોઢ વર્ષથી કરોડો રૂપિયા ભેગા કરી લીધા હોવાની આંશકા છે.

પ્રાપ્ત થયેલી વિગત અનુસાર આરોપીઓ વઘાસિયા ખાતે
સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ઉભુ કર્યું અને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200ની ઉઘરાણી કરાતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન કહેવાતા રવિ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે.

હાલ ફેક્ટરીના માલિકને નોટિસ પાઠવવામાં આવી છે. તો મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસવડા પાસેથી અહેવાલ મંગાવાયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ બનાવ અંગે અનેક સવાલો ઉભા થાય છે કે આખરે આટલા વરસથી કોઈપણ અધિકારીઓને જાણ કેમ ન થઈ અને આ ટોલનાકું કોણ ચલાવતું અને આ કૌભાળ પાછળ કોણ જવાબદાર છે?

હાલમાં આ બનાવના પગલે યોગ્ય કાર્યવાહી ની માંગ ઉઠી છે. આ બનાવ અંગે જાણવા મળ્યું કે તાજેતરમાં જ આ નકલી ટોલનાકાનો એક વીડિયો વાયરલ થયા બાદ સૌકોઈ ચોકી ગયા હતા, ત્યારબાદ અધિકારીઓએ તુરંત તપાસ હાથ ધરતા વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કર્યું હોવાનો ખુલાસો થયો હતો અને ફેક્ટરીમાં આ કૌભાંડ ઉભું કર્યું હોવાનું સામે આવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!