પાકિસ્તાનની દુલ્હન ભારતનો વરરાજો !! પોતાના પ્રેમીને પામવા પાકિસ્તાની યુવતી આવી ભારત પણ થયું એવું કે…જાણો પૂરો મામલો
સચિન-સીમા તથા અંજુ વિશે તો તમે જાણતા જ હશો જેણે પોતાના પ્રેમીને પામવા માટે સરહદો વટાવી હતી, એવામાં જો સચિન તથા સીમાની વાત કરવામાં આવે તો તેઓ તો ગેમ માંથી એકબીજાને મળ્યા હતા અને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. જે બાદ સીમાએ સરહદ ઓળંગીને ભારત સચિન સાથે લગ્ન કરવા માટે આવી ગઈ હતી, જયારે ભારતની અંજુનો પણ આવો જ મામલો હતો જે પાકિસ્તાનમાં પોતાના પ્રેમીને પામવા માટે થઈને ગઈ હતી, પરંતુ વર્તમાનમાં પછી ચર્ચામાં આવી છે કારણ કે તે ભારત પરત આવી ગઈ છે.
એવામાં હાલ આવી જ વધુ એક પ્રેમ કહાની સામે આવી છે જેમાં સરહદની દુશમનાવટ ભુલાવીને એક પ્રેમી બંધનમાં બંધાવા જઈ રહ્યું છે, આ મામલા વિશે જો વાત કરીએ તો કરાચીમાં રહેતી 21 વર્ષીય દીકરી જાવરીયા ખાનુમ નામની યુવતી હાલ 45 દિવસના વિઝા લઈને ભારત આવવાની છે. વાઘા બોર્ડર દ્વારા જાવરીયા ભારત દેશમાં પ્રવેહ મેળવાની છે અને કોલકાતાના સમીર નામના યુવક સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે.
એવામાં ત્યાં ફરી એક વખત આપણા દેશવાસીઓને ભારતીય વરરાજો અને પાકિસ્તાની દુલહન જોવા મળશે,જાવરિયાએ ભારત આપવા માટે અરજી કરી હતી પરંતુ આ અરજી કેન્સલ થઇ હતી જેને લઈને સમીર તથા જાવરીયા બંને ખુબ નિરાશ થયા હતા પણ હવે ભારત આવવા માટેના વિઝા મંજુર થતા બંનેનો ખુશીનો ઠેકાણો નથી રહ્યો.
સમીરે આ લગ્ન વિશે જણાવ્યું હતું કે તે ખુબ જ વધારે ખુશ છે કારણ કે તેની મંગેતર ભારત આવી રહી છે,45 દિવસ બાદ અમે વિઝા એક્સડેન્ટ માટે અરજી કરવાના છીએ. આ લગ્નની ખાસ વાત તો એ છે કે આ લગ્ન પરિવારની મંજૂરીથી જ કરવામાં આવી રહયા છે.