યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો, વડોદરાના બિઝનેસમેંનને અજાણી યુવતી સાથે વિડીયો કોલ કરવો ભારે, યુવતી કર્યો આવો ખેલ…
હાલમાં જ એક ચોકવનારી અને યુવાનો માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક સાઈટ અને વેબ સાઈટ તેમજ સોશિયલ મિડિયા પર યુવકો ઓનલાઇન ફ્રેંડશિપ કરતા હોય છે. હાલમાં જ વડોદરામાં બિઝનેસ મેનને ફેસબુકથી અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું ભારે પડ્યું.
આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, વડોદરામાં કેમિકલ પ્રોસેસિંગનો બિઝનેસ કરતા યુવકને 20 નવેમ્બરે ફેસબુકથી અદિતિ અગ્રવાલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને વાતચીત થઈ ત્યારબાદ યુવતીએ યુવક પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો.
યુવતીએ એ યુવકને વિડીયો કોલ કર્યો અને યુવતી ન્યૂડ થઈને સામે આવી ગઈ અને તેનો વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખ્યું. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને આ કારણે યુવકે ટુકડે-ટુકડે કરીને 3.33 લાખ રૂપિયા ચૂકવી દીધા.
આ બનાવ અંગે આખરે યુવાનને સામેની વ્યક્તિએ પોતે દિલ્હીથી CBI ઓફિસર હોવાનું કહીને જણાવ્યું કે, આપ પર એક લડકીને કેસ કિયા હે, કેસ કો રફાદફા કરકે નીપટાના હે યા ક્યા કરના હૈ? આમ કહીને ધમકાવીને પૈસાની માગણી કરી હતી. જે બાદ આખરે યુવકે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી