દ્વારકા જવાનું થાય ત એક વખત જરૂર “શ્રી વાંકોલ કૃપા” ના સમોસા ખાવા જજો ! સમોસા એવા કે જોતા જ મોમાં પાણી, કિંમત પણ સાવ આટલી…
આપણા ગુજરાતીઓ વિશે વાત કરવામાં આવે તો આપણને બહારના પણ લોકો ઓળખે જ છે કે ગુજરાતી લોકો એટલે બિઝનેસ માઇન્ડેડ તથા ખાવાપીવાના ખુબ જ વધારે શોખીન, તો મિત્રો આ વાત સાચી છે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણે અહીં એક શહેરની અંદર જ અનેક ખાણી-પીણીની લારીઓ તથા દુકાનો મળી જતી હોય છે જેથી સાઉથ ઇન્ડિયન વાનગીઓથી લઈને નોર્થ ઇન્ડિયન વાનગી સુધી તમામ વાનગીનો સ્વાદ માણવા આપણને મળી જતો હોય છે.
આમ તો અમે રોજબરોજના અનેક ફૂડની ખાવાયલ તથા ખુબ જ ફેમસ એવી દુકાનો વિશે લેખ લઈને આવીએ જ છીએ એવામાં આજના આ લેખના માધ્યમથી પણ અમે આવો જ એક વધુ લેખ લઈને આવ્યા છીએ જે સમોસા સાથે જોડાયેલ છે. સમોસા ગુજરાતમાં એટલા પ્રખ્યાત છે કે નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના તમામ લોકો સમોસાના રસિયા હોય છે એટલું જ નહીં આખા ગુજરાતની અંદર સમોસાનું ખુબ જ વેચાણ રહેતું હોય છે.
દ્વારકા ભગવાન દ્વારકાધીશને લઈને આખા દેશમાં ખુબ પ્રખ્યાત છે સાથો સાથ અહીંના ખોરાક પણ ખુબ જ વખણાય છે એવામાં આજે અમે તમને શ્રી વાંકોલ કૃપા નામની દુકાનના સમોસા વિશે પરિચિત કરવા જવાના છીએ, તો મિત્રો આ દુકાનના સમોસા દ્વારકાની અંદર એટલા બધા ફેમસ છે કે લોકો અહીં દૂર દૂરથી ખાવા માટે આવે છે એટલું જ નહીં દિવસભર લોકોની અહીં ખુબ સારી એવી ભીડ પણ એકઠી થતી હોય છે.
હવે તમે ભીડ જોઈને જ વિચારી લ્યો કે અહીંના લોકોને આ દુકાનના સમોસા કેટલા ભાવતા હશે,”શ્રી વાંકોલ કૃપા” નામની આ દુકાનના સમોસાની કિંમત પણ ફક્ત 5 રૂપિયા જ છે અને 20 રૂપિયાના 4 નંગ તમને આપશે, જ્યારથી દુકાન શરૂ થઇ ત્યારથી લઈને સમોસાના ભાવ 5 જ રૂપિયા જ રાખવામાં આવ્યો છે એવું નહીં કે દુકાન ફેમસ થતા સમોસાના ભાવ વધારી દેવામાં આવ્યા. છેલ્લા ઘણા વર્ષોથી આ દુકાન લોકોને ઉત્તમ સમોસાનો સ્વાદ આપી રહી છે. જો તમે દ્વારકા જાવ તો એક વખત જરૂરથી “શ્રી વાંકોલ કૃપા” ના સમોસા ટેસ્ટ કરજો.
સરનામું :નાથાકુવા ST, નરશી કેશવજી વાડી, દ્વારકા, ગુજરાત 361335