Useful information

IPO ભરતા હોવ તો આ કંપનીના IPO માં જરૂરથી અરજી કરજો, મળશે તગડું વળતર ! જાણો ક્યાં સુધી અરજી કરી શકાશે અને કઈ કંપનીનો IPO ?

મિત્રો હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે શેર બજાર એક એવું માર્કેટ છે જ્યા લોકો પોતાની કમાણીમાં વધારો કરી શકે છે, હાલ તો IPO તથા શેર બજારની અંદર લોકો મોટા પ્રમાણમાં રોકાણ કરતા હોય છે, એવામાં હાલ IPO ભરનારા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કારણ કે 13 તારીખના રોજ નવા IPO બહાર પડ્યા છે જેમાં તમે અરજી કરી શકો છો, આવનારી 15 ડિસેમ્બર સુધીમાં તમે IPO પર દાવ લગાવી શકો છો.

તમને જણાવી દઈએ કે હાલ દરેક ઇન્વેસ્ટરોની પસંદ DOMS IPO છે જેના એક શેરની કિંમત રૂપિયા 750 થી 790 પ્રતિ ઇકવીટી શેરના ભાવે નક્કી કરવામાં આવી છે,13 ડિસેમ્બરના રોજથી આ IPO ખુલ્લો મુકવામાં આવ્યો હતો, તમને જણાવી દઈએ કે ગ્રે માર્કેટની અંદર ડોમ્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના શેરની માંગ ખુબ જ વધારે છે, છેલ્લા ઘણા અઠવાડિયાથી આ શેર સારી એવી મજબૂતી હાંસલ કરી રહ્યા છે, DOMS ઇન્ડસ્ટ્રીના આ શેરની ગ્રે માર્કેટમાં 482 રૂપિયાના પ્રિમયમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સ્ટેશનરી કંપની પોતાની કંપની માટે જનતાના પ્રસ્તાવથી જ 1200 કરોડ રૂપિયા જુટાવવા માંગે છે,લિંક ઈંટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવનાર IPO રજિસ્ટ્રારને નિયુક્ત કરવામાં આવ્યા છે,DOMS ઇન્ડસ્ટ્રીના IPO ને દરેક લોકો ખરીદવાનું કહી રહ્યા છે તેનું કારણ પણ એક જ છે કે લોકોને આ IPO માં મોટું વળતર મળવાની શક્યતાઓ સાધવામાં આવી રહી છે.

નોંધ :આ માહિતીને કોઈ ચોક્કસ સોર્સના માધ્યમથી લેવામાં આવેલ છે, આ માહિતી અંગેની કોઈ પ્રકારની પુષ્ટિ “ગુજરાતી અખબાર” વેબસાઈટ કે ચેનલની રહેશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!