અરે બાપ રે!! રાજકોટમાં ગેસનું ટેન્કર તપાસતા એવી વસ્તુ મળી આવી કે સૌ કોઈના હોશ ઉડ્યા, ફિલ્મમાં પણ આવું નહીં થતું હોઈ… જાણો પૂરો મામલો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રોજ અવનવા દારૂને લઇને કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, બાવળા- રાજકોટ હાઇવે પર એસિડના ટેન્કરમાંથી રૂપિયા 25 લાખનો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો.
આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી. જેના આધારે જાણવા મળ્યું હતું કે, એક સફેદ રંગનું ગેસનું ટેન્કર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી રાજકોટ આવી રહ્યું છે તેમજ આ માહિતીના આધારે શુક્રવારે રાતના સમયે એક્સપ્રેસ હાઇવેના રાજકોટ તરફના એક્ઝીટ પાસે ટેન્કરને રોકીને તપાસ કરતા તેમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ ઝડપ્યા બાદ ટ્રકના ડ્રાઇવર સામે પૂછપરછ કરવામાં આવી હતી. જેથી જાણવા મળ્યું તે હરિયાણાના રોહતકથી રાજકોટ તરફ દારૂનો જથ્થો લઇને જઇ રહ્યો હતો. આ મિશનમાં વિદેશી દારૂની કુલ 11268 જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૪૧ લાખ રૂપિયા હતી.
આ બનાવમાં ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે, દારૂનો જથ્થો ભરેલું ટેન્કર રાજકોટની એક હોટલ પાસે પહોંચતુ કરીને દારૂની ડીલેવરી આપવાની હતી. એક ફેરાના તેને 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ સમગ્ર મામલે વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.