Politics

હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી ને ભાજપ ની B ટીમ કહેતા ગોપાલ ઈટાલીયા એ આપી દીધો આવો સણસણતો જવાબ

ગુજરાત મા આમ આદમી પાર્ટી ના આગમન થી રાજકારણ ઘણુ ગરમાયુ હતુ. પહેલા ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર પ્રહારો કરતી પરંતુ હવે ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે તેવુ લાગી રહ્યુ છે.
હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી.

હાર્દિક પટેલે ના આવા નીવેદન બાદ ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ પર આંકરા આક્ષેપો કાર્ય છે. ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ કે પછી આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ ક્યારેય કહ્યું જ નથી કે, કોંગ્રેસમાં કોઈ આ લેવલનું જોડાવાનું છે. આ વાત કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી અને પછી તે વાત વાયરલ થઇ અને હવે તેનો રદિયો આપવામાં આવ્યો તેમાં અમારે કઈ કહેવાનું નથી અમારા લેવલથી આ ચર્ચા જ થઇ નથી.

આ ઉપરાંત ગોપાલ ઈટાલીયા એ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 15થી 20 વર્ષનો ઈતિહાસ જોઈએ તો કોંગ્રસ ઓફિશિયલી B ટીમ છે. છેલ્લે પાટણ, છોટે ઉદેપુર અને રાજકોટ સાઈડ અનેક જગ્યા પર કોંગ્રેસના ટેકાથી ભાજપના નેતા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા તો ક્યાંક ભાજપના ટેકાથી કોંગ્રેસના નેતા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. આ ઓફિશિયલી ગઠબંધન કરેલું છે. અમે ક્યાય આવ્યા નથી અમારી તાલુકા જિલ્લા પંચાયતમાં બોડી નથી છતાં પણ આવા આક્ષેપો કરે છે. પણ કોંગ્રેસ પોતે ઓલરેડી કેટલીક નગરપાલિકાઓમાં, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ગઢબંધન કરે છે.

ઓફિશિયલી બંનેએ એકાબીજાની A અને B ટીમ બનીને કામ કરીને જનતાને ચૂસવાનું કામ કર્યું છે તેવા લોકો અમારા પર આક્ષેપ કરશે એટલે આના પર મારે હસવું કે રડવું તે મને ખબર નથી પડતી. પણ ગુજરાતની જનતાને ખબર છે કે, આ આમ આદમી પાર્ટી જનતાનો વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!