વડોદરાની મૂળ માયુષી ભગત 4 વર્ષથી છે અમેરિકામાં ગુમ!! જે કોઈપણ શોધી કાઢશે તેની જાહેર કરાયું આટલા લાખનું ઇનામ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક ગુજરાતીઓ અને ભારતીયો વિદેશમાં જાય છે, હાલાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે, વાત જાણે એમ છે કે, વડોદરાની મૂળ માયુષી ભગત 4 વર્ષથી છે અમેરિકામાં ગુમ!! જે કોઈપણ શોધી કાઢશે તેની જાહેર કરાયું આટલા લાખનું ઇનામ.
જુલાઈ 1994માં ભારતમાં જન્મેલી માયુષી ભગત વિદ્યાર્થી વિઝા પર અમેરિકા ગઈ હતી અને ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરી રહી હતી. માયુષી ભગતને છેલ્લી વખત 29 એપ્રિલ, 2019ની સાંજે જર્સી સિટીમાં તેમના એપાર્ટમેન્ટમાંથી નીકળતી વખતે જોવામાં આવી હતી.
તેમના પરિવારે 1 મે, 2019 ના રોજ પોલીસને તેમના ગુમ થવાની જાણ કરી હતી. આમ, અમેરિકી પોલીસ તેમની શોધમાં છેલ્લા 4 વર્ષથી છે. પરંતુ હવે, ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વિશે માહિતી આપનારને FBI 10,000 અમેરિકી ડોલર અથવા આશરે સાડા આઠ લાખ રૂપિયા આપશે.
અમેરિકાની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી સંઘીય તપાસ બ્યુરો (FBI) એ ન્યૂ જર્સીમાંથી ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની મયુષી ભગત વિશે માહિતી આપનારને 10,000 અમેરિકી ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે FBI એ ભારતીય મહિલા વિદ્યાર્થિની મયુષી ભગતને તેમની ‘ગુમ થયેલા લોકો’ની સૂચિમાં સામેલ કરી હતી.
FBIના એક નિવેદન અનુસાર, તેણી અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ બોલે છે અને પોલીસ માને છે કે ન્યૂ જર્સીના સાઉથ ફ્લેન્ડફિલ્ડમાં તેના મિત્રો છે. હાલમાં એફબીઆઇ એ લોકોની મદદ માંગી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કેમાયુષી ભગતની કોઈ અત્તોપત્તો મળે છે કે નહિ.