આહિરાણી મહારાસનો જેને વિચાર આવ્યો, એ લીરીબેન માડમ પોતે આ મહારાસને જોઈને રડી પડ્યા…જુઓ આ વીડિયો..
વિશ્વના ખૂણે ખૂણે અહિરાનીઓના મહારાસની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આ અદભૂત, અલૌકિક અને અવિસ્મરણીય ઘડી હતી. એક સાથે ૩૭ હજારથી વધુ આહિરાણીઓ એ પરંપરાગત પહેરવેશ પહેરીને શ્રી કૃષ્ણના ચરણોમાં મહારાસ અર્પણ કરેલ.
ઇતિહાસના આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ એક ઐતિહાસિક ઘટનાના રૂપે અંકિત થઈ ગઈ છે. હવે તમને પણ વિચાર જરૂર આવશે કે, આ ભવ્ય મહારાસનો વિચાર સૌથી પહેલા કોના મનમાં ઉદ્દભવ થયો હશે કારણ કે આવો દિવ્ય વિચાર તો ઠાકરની કૃપાદ્રષ્ટિ થી જ આવી શકે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, મહારાસના ભવ્ય રાસના દ્રશ્ય જોઈને એક આહીરાણી હરખભેર સાથે રડી પડે છે, ખરેખર આ દ્રશ્ય જ એવા હતા કે જાણે ગોકુળના આંગણે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમી રહ્યા હોય.
આ ભવ્ય મહારાસ દ્રવ્યો નિહાળી એ ઠાકર પણ કોઈના કોઈ સ્વરૂપે રાસ રમવા આવ્યો જ હશે. તમને જણાવી દઈએ કે, આ ભવ્ય મહારાસનો વિચાર લિરીબેન માડમનેં આવેલો. તેમના એમ વિચારે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટના ઇતિહાસને ભેટમાં આપી છે. દ્વારકાના આંગણે આ પહેલી ઘટના હશે કે, સમસ્ત આહીર કુળ દ્વારકા આંગણે એકઠું થયું.
આ દિવ્ય ઘડીને જોઇને લિરીબેનની આંખોમાં આંસુઓ આવી ગયા કારણ કે, તેમના મનમાં આ વિચારના બીજ રોપાયા અને જ્યારે તેમનો આ વિચાર આટલા ભવ્ય અને દિવ્ય સ્વરૂપે સાકાર થયો, ત્યારે તેમના માટે આ મહારાસ સ્વયં શ્રી દ્વારકાધીશના દર્શનની અનુભૂતિ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.