માતાજી ને પગે લાગી બે ચોરોએ મંદીર મા હાથ સાફ કર્યો
રાજય મા ચોરો બેફામ બની રહ્યા છે તેવુ લાગી રહ્યુ છે સુરત ની એક ઘટના મા ચોર મંદીર માથી ચોરી કરી રહ્યો હોય તેવો સીસીટીવી નો વિડીઓ વાયરલ થયો છે.
જાણવા મળતી વિગતો અનુસાર આ ઘટના સુરત મા બની હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં એક ઈસમ વહેલી સવારે પ્રવેશ કરે છે. ત્યારબાદ તે વિધિવત રીતે માતાજીના દર્શન કરે છે અને દર્શન કર્યા બાદ માતાજીની મૂર્તિ પર રહેલા દાગીનાની ચોરી કરે છે. આ ઘટના નો વિડીઓ હાલ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થય રહ્યો છે વિડીઓ વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી ચોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સોસિયલ મીડીયા પર વાયરલ થયેલો વિડીઓ મા ચોખ્ખુ દેખાય રહ્યુ છે કે આ ચોરી ને બે જણા દ્વારા કરવામા આવી છે જેમાં એક ઈસમ માતાજી ને પગે લાગી માતાજી છત્તર અને દાગીના સહિતની વસ્તુની ઉતારી ને બીજા ઈસમ ને આવે છે અને ચોરી કરે છે.