ભારતીય રાજરકારણ અને ફિલ્મી જગતમાં શોક છવાયો, આ દિગ્ગજનું થયું દુઃખદ નિધન, વડાપ્રધાને કર્યું દુઃખ વ્યક્ત કર્યું.
હાલમાં જ એક દુઃખદ ખબર સામે આવી છે.રાજકારણ અને ફિલ્મી જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કેતમિલનાડુના DMDK પાર્ટીના વડા કેપ્ટન વિજયકાંતનું આજ રોજ ચેન્નાઈમાં દુઃખદ અવસાન થયું.તાજેતરમાં જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અભિનેતા અને રાજકારણીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વિજયકાંતને 20 નવેમ્બરે MIOT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર, વિજયકાંતને ન્યુમોનિયાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તબીબી સ્ટાફના પ્રયત્નો છતાં આજ તેમનું દુઃખદ નિધન થયું છે. આજે જયારે તેમને દુનિયાને અલવિદા કહી છે. ત્યારે વિજયકાંતને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
રાજકારણ ની સાથોસાથ વિજયકાંત એક શ્રેષ્ઠ અને ઉમદા અભિનેતા પણ છે. તેમની કારકિર્દી વિષે જાણીએ તો તેમણે પ્રથમ ફિલ્મ ઈનિકુમ ઈલામાઈ (1979) દ્વારા એક્ટિંગની શરૂઆત કરી , આ ફિલ્મ બાદ તેમણે ક્યારેય પાછું ફરીને નહીં જોયું. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 154 ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને DMDKની સ્થાપના કરી. તેઓ વિરુધાચલમ અને ઋષિવંદિયમ વિધાનસભા બેઠકો પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
વિજયકાંત જીના નિધનનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ દુઃખ વ્યક્ત કરત કહ્યું કે, તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ, તેમના પ્રભાવશાળી અભિનયએ લાખો લોકોના દિલ જીતી લીધા. એક રાજકીય નેતા તરીકે, તેઓ જાહેર સેવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા, જેના કારણે તમિલનાડુના રાજકીય લેન્ડસ્કેપ પર કાયમી અસર પડી. તેમના નિધનથી એક ખાલીપો પડી ગયો છે જે ભરવું મુશ્કેલ બનશે.