આંબાલાલ પટેલે કરી વર્ષ 2023ની છેલ્લી આગાહી! વર્ષના શરૂઆતમાં આવશે આ મોટી આફત, ખેડૂત માટે ચિંતાજનક…જાણો વિગતે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવા વર્ષે હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે, જે સાંભળ્યા પછી તમે પણ ચોંકી જશો કારણ કે આંબાલાલ પટેલે ફરી ચોંકાવનારી આગાહી કરી દીધી છે. ફરી એકવાર ભર શિયાળે વરસાદ થશે.
29 અને 30 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ રચાશે.આ સિસ્ટમના કારણે હળવો હવાનું દબાણ વધશે.
બંગાળના ખાતમાં હવાનું દબાણ નીચું પડવાની પણ શક્યતા છે.આ કારણે મહારાષ્ટ્ર, ગોવામાં વરસાદની શક્યતા છે.
સાથે સાથે દેશના પૂર્વીય ભાગના હવામાનમાં પણ ફેરફાર થઈ શકે છે.ડિસેમ્બરના છેલ્લા દિવસો અને જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. આ વિક્ષેપ દેશ સહિત ગુજરાતના હવામાનને અસર કરશે.
2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જેથી ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.