Viral video

અંતરીક્ષ માથી એવી વસ્તુ મળી આવી કે નાસા પણ ગોથા ખાઈ ગયું…. બે ટમેટા ??? જુઓ વિડીઓ

હાલમાં જ અંતરીક્ષ માથી એવી વસ્તુ મળી આવી કે નાસા પણ ગોથા ખાઈ ગયું. ખરેખર આ ઘટના જોઇને તમને પણ વિચાર આવશે કે શું ખરેખર આ શક્ય છે. વાત જાણે એમ છે કે નાશાના લોકોને અંતરીક્ષમાં થી ૨ ટમેટા મળ્યા છે. આજથી એકાદ વર્ષ એટલે કે 2022ના વર્ષમાં નાસાના અવકાશયાત્રી ફ્રેન્ક રૂબિયો આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રમાં ટામેટાં ઉગાવવાનો સફળ પ્રયોગ કર્યો હતો.

આ પ્રયોગ વખતે બે ટામેટાં ગુમ થઈ જતાં ઘણાને નિરાશા થઈ હતી. પરંતુ હવે એક સારા સમાચાર છે! આ બંને જ ટામેટાં હવે મળી આવ્યાં છે અને નાસાએ તેમના ફોટા પણ જાહેર કર્યા છે.

આ ટામેટાં પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે નિર્જળ અને સુકાયેલા દેખાઈ રહ્યા છે. જો કે, તેમનો રંગ થોડો બદલાયો છે, પરંતુ તેમના પર કોઈ જ જીવાણુ કે ફૂગ નથી જોવા મળ્યા.

આ ટામેટાં 2022માં એક્સપોઝડ રૂટ્સ ઓન ઓર્બિટ ટેસ્ટ સિસ્ટમ (XROOTS experiment) હેઠળ ઉગાડવામાં આવ્યા હતા. આ પ્રયોગમાં હાઇડ્રોપોનિક અને એરોપોનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિમાં માટી કે અન્ય કોઈ માધ્યમની જરૂર પડતી નથી, જે ભવિષ્યના અવકાશ અન્વેષણ મિશન માટે જરૂરી છોડ સિસ્ટમ માટે યોગ્ય ઉકેલ બની શકે છે.

અવકાશ કેન્દ્રમાં છોડ ઉગાવવા પાછળનું વાસ્તવિક કારણ એ ભવિષ્યના ચંદ્ર કે મંગળ મિશન દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવી ટેકનોલોજીનો અભ્યાસ કરવાનો છે.

આમ, નાસાનો આ પ્રયોગ અવકાશમાં ખોરાક ઉગાવવા તરફનો એક મહત્વપૂર્ણ પગલો છે. તે ભવિષ્યના અવકાશ અન્વેષણનો પાયો નાખે છે અને આપણને બતાવે છે કે માનવજાત અશક્ય લાગતી વસ્તુઓ પણ હાંસલ કરી શકે છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!