સુરતના આ 13 મહાનુંભાવોને મળ્યું શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, ગોવિંદભાઈ ધોળકિયા સહિત કોણ કોણ છે, જોઈ લો લિસ્ટ
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને સૌથી ખાસ વાત એ કે આ ભવ્ય મહોત્સવમાં 6000 થી વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં સાધુ-સંતો, રાજકીય નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ અને ફિલ્મી જગતના કલાકારો ઉપસ્થિત રહેશે. આ દિવ્ય સમારોહમાં હાજર રહેવા માટે સુરત શહેરના 13 મહાનુંભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામ મંદિરના નિર્માણ કાર્યમાં રૂ.25 લાખથી વધુ રૂપિયાનું દાન આપનાર દાતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી ગુજરાતના સૂરત શહેરમાં 13 લોકોને આમંત્રણ મળ્યું છે. હાલમાં જ CIA ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે અમે આપને જણાવીએ કે આ 13 મહાનુભાવો કોણ છે તે જણાવીએ.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે સુરતના 13 લોકોને સત્તાવાર આમંત્રણ મળ્યા છે. આ લોકોએ રામ મંદિર નિર્માણ માટે મોટા પ્રમાણમાં દાન આપ્યું છે ગોવિંદભાઇ ધોળકીયા – શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ – દાન રૂ.11 કરોડ, જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ – દાન રૂ.5 કરોડ,સવજીભાઇ ધોળકીયા – શ્રીહરી કૃષ્ણએક્સપોર્ટ, લવજીભાઇ બાદશાહ – ઉધોગપતિ – રિયલ એસ્ટેટ, ધનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ.
પ્રભુજી ચૌધરી, સંજયભાઇ સરાવગી, વિનોદભાઇ અગ્રવાલ, દ્વારકાદાસ મારું, જગદીશભાઇ પ્રયાગ, સી.પી. વાનાણી, દિનેશભાઇ નાવડીયા. અરજણભાઇ ધોળકીયા સહિત લોકોને આમંત્રણ મળ્યું છે, આ આમંત્રણ એ સુરતના લોકો માટે એક મોટી સિદ્ધિ છે. તે દર્શાવે છે કે સુરતના લોકો રામ મંદિર નિર્માણ માટે તેમના સમર્પણ અને સમર્થનને પ્રતિબિંબિત કરે છે.
તમને જણાવી દઈએ કે અયોધ્યા નગરીમાં તા.14 થી 22 જાન્યુઆરી સુધી દિવ્ય મહોત્સવ અંતર્ગત અનેક ધાર્મિક કાર્યક્મ કાર્યક્રમ શરૂ થઈ જશે. ખરેખર સૌ કોઈ હિન્દૂઓ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે 500 વર્ષ બાદ શ્રી રામ લલ્લા પોતાની નગરીના અને પોતાની જન્મભૂમિમાં બિરાજમાન થશે, આ દિવ્ય ક્ષણના સાક્ષીઓ જગતભરના તમામ લોકો રહેશે.
માહિતી સોર્સ – સી.આઇ. એ ન્યુઝ
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.