ગુજરાતના આ ગામમાં નીકળી ભગત નામના શ્વાનની અંતિમ વિધિ! રામધૂમ સાથે ગામના લોકોએ આપી અંતિમ વિદાય, જુઓ આ ખાસ વિડીયો….
શ્વાન એક એવું પ્રાણી છે, જે આ જગતમાં સૌથી વફાદર છે. માણસ કરતાં પણ વધારે શ્વાન એક એવું પ્રાણી છે, જે લોકો પ્રત્યે ખૂબ જ લાગણીશીલ છે. હાલમાં જ એક દિલને સ્પર્શી જાય તેવી ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે બની છે, આ ગામમાં ભગત નામના રખડતા શ્વાનની અંતિમવિધિ યોજાય અને આ વિધિમાં ગામના લોકો જોડાયા હતા.
અર્કિલાના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ગામની ગલીઓ ફરતો સાધુ ઉર્ફે ભગત નામના શ્વાન છેલ્લાં 15 વર્ષથી ગામમાં રહેતો હતો પરંતુ હાલમાં જ તેનું દુઃખદ નિધન થયું.
ભગતનું નિધન થતાં જ ગામના લોકોએ સાધુ સમાજની જેમ જ શ્વાનની અંતિમવિધિ કરી હતી. ભગતની એક વાત જાણશો તો તમે પણ ભગતના વખાણ કરશો. ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે કે, ગામમાં કોઈપણ વ્યક્તિનું નિધન થઈ જતું તો ભગત અંતિમયાત્રામાં સાથે જોડતો અને અગ્નિદાહ પૂર્ણ થયા બાદ જ શ્વાન પણ ગામમાં પરત ફરતો હતો.
અગિયારમાંના દિવસે અંતિમ ક્રિયા સુધી મૃતકના ઘરે જતો. લોકો રોટલો આપે તો એ ખાય નહિ. પરંતું શ્રાદ્ધમાં શ્વાન ભાગ આપે તો તે જ ખાઈ ફરી પાછું વળે. ભગત ગામના દરેક લોકો માટે ખૂબ જ અતિપ્રિય હતો અને આ જ કારણે તેનું દુઃખદ નિધન થતાં રામધુમ સાથે ભગતની અંતિમ વિધિ નીકળી.
https://www.akilanews.com/Gujarat_news/Detail/07-01-2024/237598
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.