આ ભૂરી તો બાકી જબરું કાઠિયાવાડી બોલી હો!! લોકોને શીખવાડ્યું રોતલો-ખીચડી બનાવતા… જુઓ વિડીયો
ગુજરાતીમાં કહેવત છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. દેશના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસી રહ્યા છે અને આપણા ગુજરાતીઓએ તો વિદેશમાં વસતા લોકોને પણ ગુજરાતી પરંપરા અને ગુજરાતીપણું શીખડાવી દે છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક વિદેશી યુવતી રોટલા કેમ બનાવવા તે શીખવે છે.
આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, કેપશનમાં લખ્યું છે કે, ભૂરિયાવોને પણ બાજરીના રોટલા બનાવતા શિખવાડી દીધું! આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક ગ્રોસરી શોપની અંદર એક વિદેશી યુવતી ગુજરાતી વાનગીઓ કઈ રીતે બનાવવી જોઈએ તે શીખવી રહી છે, આ સાંભળીને આપણે પણ વિચારમાં પડી જઈએ છે કે, શું ખરેખર આવું હોય શકે.
આ યુવતીનું ગુજરાતી બોલવું એ આપણા માટે આશ્ચય જનક છે પરંતુ યુવતી જે રીતે ગુજરાતી ભાષામાં બોલી રહ્યા છે, તે જોઈને આપણને એટલું જરૂરથી સમજાય જાય કે, આ વિદેશી યુવતીને કાઠીયાવાડી ભોજન પણ પસંદ હશે અને તેને બનાવતા પણ આવડતું હશે. આ વિડીયો જોઈને સૌ કોઈ લોકો આ વિદેશી યુવતીના વખાણ કરી રહ્યા છે.
નીચે આપેલા વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે, કઈ રીતે આ યુવટી રોટલો બનાવતા શીખડાવી રહી છે, આ વિડીયો જોઈને તમને હસવું તો આવશે પરંતુ સાથોસાથ ગર્વ પણ થશે કે, એ વિદેશી યુવતીને આપણું કાઠિયાવાડી ભાણું બનાવતા પણ આવડે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.