ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનો માહોલ: છેલ્લો દિવસ ફિલ્મ બનાવનાર નિર્માતાના પિતાનું થયું દુઃખદ નિધન..જાણો વિગતે
ઢોલીવુડમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે, મીડ ડેના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે ગુજરાતી ફિલ્મોના નિર્માતા વૈશાલ શાહના પિતાજી પિતા રાજેશ શાહનું દુઃખદ નિધન થયું છે.આ દુઃખદ ઘટનાને કારણે ફિલ્મ જગતમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે અને ગઈકાલના રોજ એટલે કે 12 જાન્યુઆરીના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રાર્થના સભામાં તેમના સ્વજનો સહીત ફિલ્મી જગતના લોકોએ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે, મૃતકના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે.આ દુઃખદ બનાવના પગલે હાલમાં સૌ કોઈ શોકમગ્ન છે. વિશાલ શાહના પરિવારને પણ આ દુઃખમાં સૌ કોઈ સાંત્વના પાઠવી રહ્યું છે તેમજ તેમના આ દુઃખની ઘડિમાં ફિલ્મી જગતના કલાકારો તેમની સાથે છે.
વિશાળ શાહે ગુજરાતી ફિલ્મને “છેલ્લો દિવસ” ફિલ્મની ભેટ આપી અને આફિલ્મ બાદ ગુજરાતી સિનેમાને વેગ મળ્યો છે તેમજ `શું થયું`, `ફક્ત અને `ત્રણ એક્કા` જેવી બ્લોકબસ્ટર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપી. વૈશાલ શાહ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.